Gambhira Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુયાંક વધ્યો, હજી પણ 6 લોકોનો કોઇ અતોપતો

Gambhira Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુયાંક વધ્યો, હજી પણ 6 લોકોનો કોઇ અતોપતો નથી

07/10/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gambhira Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુયાંક વધ્યો, હજી પણ 6 લોકોનો કોઇ અતોપતો

Gambhira Bridge Collapse: ગઇકાલે ગુજરાતમાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડતાં5 વાહનો મહિસાગર નદીમાં ખાબક્યાં હતા. જેમાં 8થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આજે વહેલી સવારે વધુ એક મૃતદેહ મળી આવતા હવે મૃત્યુઆંક વધીને 14 થઈ ગયોછે, આજે સવારે મળેલા મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો છે. તો હજી પણ 6 લોકોનો કોઈ અતોપતો નથી. અને નદીમાં રેસ્ક્યૂ ઓપરેશન સતત ચાલી રહ્યું છે.


મુજપુર ગામ હીબકે ચઢ્યું

મુજપુર ગામ હીબકે ચઢ્યું

વડોદરાના મુજપુર ગામના એક જ પરિવારના ત્રણ સભ્યના આ દુર્ઘટનામાં મોત થઇ ગયા છે. પિતા, પુત્ર અને પુત્રીની એક સાથે અંતિમયાત્રા નીકળતા મુજપુર ગામ હિબકે ચઢ્યું હતું. પિતા રમેશભાઈ, પુત્ર નૈતિક અને પુત્રી વૈદિકા ત્રણેય બગદાણા બાધા પુરી કરવા જતા હતા અને રસ્તામાં જ ગંભીરા બ્રિજ નામનો કાળને ભેંટી ગયો.

તો આજે બીજા દિવસે વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી હતી. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ વહેલી સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહીં રાતભર ધામા નાખ્યા હતા.


મૃતકોના પરિવારને 4-4 લાખની આર્થિક સહાય

મૃતકોના પરિવારને 4-4 લાખની આર્થિક સહાય

મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે.  રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે.  તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.’

તો અન્ય એખ ટ્વીટમાં તેમણે લખ્યું કે,  ‘માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModiએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.  તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાનશ્રીએ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top