નાના બાળકોને સેરેલેક ખવડાવતા માતા-પિતા ચેતજો..!? કંપની કરી રહી છે WHOના નિર્દેશોનું ઉલ્લંઘન, ભા

નાના બાળકોને સેરેલેક ખવડાવતા માતા-પિતા ચેતજો..!? કંપની કરી રહી છે WHOના નિર્દેશોનું ઉલ્લંઘન, ભારત સરકાર પણ કરી રહી છે તપાસ

04/18/2024 National

SidhiKhabar

SidhiKhabar

નાના બાળકોને સેરેલેક ખવડાવતા માતા-પિતા ચેતજો..!? કંપની કરી રહી છે WHOના નિર્દેશોનું ઉલ્લંઘન, ભા

દુનિયામાં બાળકો માટે ફૂડ પ્રોડક્ટ બનાવતી કંપનીઓમાં Nestle એ ખુબ જાણીતું અને મોટું નામ છે. . વિગતો મુજબ સરકારે ભારતમાં વેચાતા બેબી ફૂડમાં કથિત ખાંડ ઉમેરવામાં આવી હોવાના અહેવાલની તપાસ કરવા જણાવ્યું છે. સ્વિસ ઈન્વેસ્ટિગેટિવ ઓર્ગેનાઈઝેશન પબ્લિક આઈના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, નેસ્લે ભારતમાં વેચાઈ રહેલા બેબી ફૂડમાં ખાંડ ઉમેરી રહી છે, જેના પછી આ કંપની સરકારના નિશાના પર આવી ગઈ છે.


દેશોમાં બેબી ફૂડમાં ખાંડ ઉમેરવા માટે કોઈ દંડ નથી

દેશોમાં બેબી ફૂડમાં ખાંડ ઉમેરવા માટે કોઈ દંડ નથી

એક સરકારી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અમે નેસ્લે અંગેના અહેવાલની નોંધ લીધી છે અને મામલાની તપાસ કરીશું. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, સરકાર ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓને અનુસરીને નેસ્લેના બેબી ફૂડના સેમ્પલની તપાસ કરવા માટે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ને કહેશે. ઉપરાંત ગ્રાહક બાબતોના વિભાગ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ના વરિષ્ઠ અધિકારીઓ ટૂંક સમયમાં આ બાબતે ચર્ચા કરશે. અમેરિકા અને યુરોપમાં બેબી ફૂડમાં વધારાની ખાંડ ઉમેરવા પર પ્રતિબંધ છે. જો કોઈપણ કંપની તેમાં ખાંડ ઉમેરે તો ભારે દંડ ફટકારવામાં આવે છે. પરંતુ એશિયન દેશોમાં બેબી ફૂડમાં ખાંડ ઉમેરવા માટે કોઈ દંડ નથી. આવી સ્થિતિમાં નેસ્લે દ્વારા બેબી ફૂડમાં ખાંડ ઉમેરવાના અહેવાલો સામે આવ્યા છે.


આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે સંસ્થાએ એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં વેચાતી સ્વિસ મલ્ટિનેશનલની બેબી-ફૂડ પ્રોડક્ટ્સના સેમ્પલ બેલ્જિયમની લેબમાં પરીક્ષણ માટે મોકલ્યા. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે ભારતમાં, જ્યાં 2022માં વેચાણ $250 મિલિયનને વટાવી જવાની ધારણા છે, ત્યાં તમામ સેરેલેક બેબી સિરિયલ્સમાં સરેરાશ 3 ગ્રામ ખાંડ ઉમેરવામાં આવેલી હોય છે. આ પ્રોડક્ટ છ મહિનાથી બે વર્ષ સુધીના બાળકોને અનાજના તેમજ પોષણના રૂપમાં આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર નેસ્લે એશિયાઈ દેશોમાં અમેરિકા અને યુરોપની સરખામણીમાં વધુ ખાંડ ઉમેરી રહી છે.


વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશોનું ઉલ્લંઘન

વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશોનું ઉલ્લંઘન

યુરોમોનિટર ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ સેરેલેક એ વૈશ્વિક સ્તરે ટોચની બેબી ફૂડ બ્રાન્ડ છે જેનું વેચાણ 2022 માં $1 બિલિયનને વટાવી જવાની અપેક્ષા છે. આ વેચાણનો સૌથી મોટો હિસ્સો લગભગ 40 ટકા બ્રાઝિલ અને ભારતમાંથી આવે છે. જો આ રિપોર્ટ સાચો હોવાનું જણાય છે તો તે વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશોનું ઉલ્લંઘન છે. WHO અનુસાર 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખોરાકમાં ખાંડ અથવા મીઠા પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

બાળકોને ખોરાકમાં વધુ પડતી ખંડ આપવામાં આવે તો તેઓ હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગનું જોખમ, ખરાબ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, અલ્ઝાઈમરનું જોખમ, દાંતમાં પોલાણની સમસ્યા, માનસિક સ્વાસ્થ્ય, શ્વેત રક્તકણોનું નબળું પડવું, રોગપ્રતિકારક શક્તિ વીક જેવી ઘણી શારીરિક સમસ્યાઓથી પીડાઈ શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કંપની વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વોનો ખુલાસો કરે છે, પરંતુ ખાંડના મિશ્રણ અંગે પારદર્શક નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top