કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને આ કેટેગેરીમાં કર્યા સામેલ' હવે નો

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને આ કેટેગેરીમાં કર્યા સામેલ' હવે નોકરીમાં મળશે..

04/24/2024 National

SidhiKhabar

SidhiKhabar

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને આ કેટેગેરીમાં કર્યા સામેલ' હવે નો

Karnataka Muslims In OBC List : કર્ણાટક સરકારે અનામતનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ (OBC)માં સામેલ કર્યા છે. આ મામલે માહિતી રાષ્ટ્રીય પછાત આયોગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી. NCBCએ બુધવારે 24 એપ્રિલ કર્ણાટક સરકારના આંકડાઓનો હવાલો આપતા પુષ્ટિ કરી.રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે કહ્યું, કે 'કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળ રોજગાર અને શૈક્ષણિક સંસ્થાનોમાં અનામત માટે ઓબીસીની યાદીમાં સામેલ કરાયા છે.


NCBCની પ્રેસ રિલીઝમાં

NCBCની પ્રેસ રિલીઝમાં

NCBCના અધ્યક્ષ હંસરાજ ગંગારામ અહીરના અનુસાર, કર્ણાટક સરકારના નિયંત્રણમાં આવતી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશમાં અનામત માટે કર્ણાટકના તમામ મુસ્લિમોને OBCની રાજ્ય યાદીમાં સામેલ કરાયા છે. કર્ણાટક સરકારના પછાત વર્ગ કલ્યાણ વિભાગે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગને લેખિત રીતે જાણ કરી છે કે મુસ્લિમ અને ઈસાઈ જેવા સમુદાય ન તો જાતિ છે અને ન ધર્મ. કર્ણાટક રાજ્યમાં મુસ્લિમ વસ્તી 12.92 ટકા છે. કર્ણાટકમાં મુસ્લિમોને ધાર્મિક અલ્પસંખ્યક માનવામાં આવે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી અનુસાર, કર્ણાટક રાજ્યમાં મુસ્લિમની જનસંખ્યા 12.32 ટકા છે.



કેટેગરી-1માં OBC માનવામાં આવ્યા

કેટેગરી-1માં OBC માનવામાં આવ્યા

શ્રણી-2 Bના હેઠળ કર્ણાટક રાજ્યના તમામ મુસ્લિમોને OBC માનવામાં આવ્યા છે. શ્રેણી-1માં 17 મુસ્લિમ સમુદાયોને ઓબીસી માનવામાં આવ્યા છે, જ્યારે શ્રેણી-2 Aમાં 19 મુસ્લિમ સમુદાયોને OBC માનવામાં આવ્યા છે.'જે 17 મુસ્લિમ સમુદાયોને શ્રેણી 1માં OBC માનવામાં આવ્યા છે તેમાં નદાફ, પિંજર, દરવેશ, છપ્પરબંદ, કસાબ, ફુલમાલી (મુસ્લિમ), નાલબંધ, કસાઈ, અથારી, શિક્કાલિગારા, સિક્કાલિગર, સાલાબંધ, લદાફ, થિકાનગર, બાજીગારા, જોહારી અને પિંજારી સામેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top