BIG NEWS : દિલ્હીના CM કેજરીવાલને ન મળી રાહત..!હવે આ તારીખ સુધી રહેવું પડશે EDની કસ્ટડીમાં..!

BIG NEWS : દિલ્હીના CM કેજરીવાલને ન મળી રાહત..!હવે આ તારીખ સુધી રહેવું પડશે EDની કસ્ટડીમાં..!

03/28/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

BIG NEWS : દિલ્હીના CM કેજરીવાલને ન મળી રાહત..!હવે આ તારીખ સુધી રહેવું પડશે EDની કસ્ટડીમાં..!

દારુ કૌભાંડમાં ઈડીની કસ્ટડીમાં રહેલા કેજરીવાલને રાહત મળી નથી. કોર્ટે કેજરીવાલને 1 એપ્રિલ સુધી ફરી વાર ઈડીની કસ્ટડીમાં સોંપ્યાં છે. રિમાન્ડ પૂરા થતાં ઈડીએ આજે તેમને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા જ્યાં તેમના સાત દિવસના રિમાન્ડ માગવામાં આવ્યાં હતા પરંતુ કોર્ટે ચાર દિવસની કસ્ટડી મંજૂર રાખી હતી. હવે 1 એપ્રિલે વધુ સુનાવણી થશે.



કેજરીવાલે જજ સામે ખુદ કરી દલીલો

કેજરીવાલે જજ સામે ખુદ કરી દલીલો

કેજરીવાલે વકીલ દ્વારા નહીં પરંતુ પોતે જજની સામે પોતાનો કેસ રજૂ કર્યો હતો. તેમણે જજને કહ્યું કે  ઈડીના બે જ ઉદ્દેશ્ય છે. એક, આપ (આમ આદમી પાર્ટી)ને સમાપ્ત કરવા માટે. બીજું ગેરવસૂલીનું રેકેટ ચલાવવાનો, જેના દ્વારા તેઓ પૈસા ભેગા કરી રહ્યા છે. શરથ રેડ્ડીએ ભાજપને 55 કરોડ રૂપિયા આપ્યા હતા. મારી પાસે પુરાવો છે કે આ રેકેટ ચાલી રહ્યું છે. કેજરીવાલે કહ્યું કે ચાર જગ્યાએ મારું નામ આવ્યું છે, માત્ર એક છે સી અરવિંદ તેમણે મારી હાજરીમાં સિસોદિયાને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. ધારાસભ્યો દરરોજ મારા ઘરે આવે છે.



.

શું આ નિવેદન ચૂંટાયેલા મુખ્ય પ્રધાનની ધરપકડ કરવા માટે પૂરતું છે?. કેજરીવાલે ઇડીના અધિકારીઓને તેમના સારા વર્તન બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે આ કેસ બે વર્ષથી ચાલી રહ્યો છે. કેજરીવાલે કહ્યું- કોઈ પણ કોર્ટે મને દોષી નથી માન્યો. ચાર લોકોએ મારી વિરુદ્ધ નિવેદનો આપ્યા હતા અને તેના આધારે મારી ધરપકડ કરવામાં આવી હતી.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top