વીમા ભારતીને ટિકિટ મળવા પર પપ્પુ યાદવ બોલ્યા- દુનિયા છોડી દઇશ, પણ..

વીમા ભારતીને ટિકિટ મળવા પર પપ્પુ યાદવ બોલ્યા- દુનિયા છોડી દઇશ, પણ..

03/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

વીમા ભારતીને ટિકિટ મળવા પર પપ્પુ યાદવ બોલ્યા- દુનિયા છોડી દઇશ, પણ..

લોકસભાની ચૂંટણી અગાઉ પપ્પુ યાદવની મુશ્કેલી વધી ગઈ છે. કોંગ્રેસમાં વિલય બાદ પણ પૂર્ણિયાની સીટ તેમના હાથમાંથી નીકળી ગઈ છે. RJD એ અહીથી વીમા ભારતીના રૂપમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. તેના પર એક સવાલના જવાબમાં પપ્પુ યાદવે કહ્યું કે, દુનિયા છોડી દઇશ, પણ પૂર્ણિયા નહીં છોડું. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો વિશ્વાસ મારી સાથે છે. નિર્ણય તેમણે કરવાનો છે. લાલુ યાદવ મારા માટે સન્માનિત નેતા છે. છેલ્લા એક વર્ષમાં હું પૂર્ણિયામાં પ્રણામ પૂર્ણિયા આશીર્વાદ યાત્રા હેઠળ ફરી રહ્યો છું. પૂર્ણિયાની જનતા મને ભાઈ-દીકરો માની ચૂકી છે. 


પપ્પુ યાદવ બોલ્યા- અંદાજો નહોતો

પપ્પુ યાદવ બોલ્યા- અંદાજો નહોતો

પપ્પુ યાદવે પોતાની જન અધિકાર પાર્ટીનું કોંગ્રેસમાં વિલય કરી દીધું હતું. તેની સાથે જ તેમણે પૂર્ણિયા સીટથી લોકસભાની ચૂંટણી લડવા પર પોતાની ઈચ્છા જાહેર કરી હતી. પપ્પુ યાદવે કહ્યું કે, તેઓ કોંગ્રેસના સાચા સિપાહી છે. તેમણે બિહારને માતા બતાવતા કહ્યું કે તેઓ સતત પૂર્ણિયામાં ફરી રહ્યા છે. પપ્પુ યાદવે વીમા ભારતીને પૂર્ણિયાથી ઉમેદવાર બનાવવાના સવાલ પર કહ્યું કે તેમને એ વાતનો અંદાજો પણ નહોતો. લાલુ યાદવ એ વાત સમજે કે તેઓ તેમના ત્રીજા પુત્રની જેમ છે.


લાલુએ વીમા ભારતીને બનાવ્યા ઉમેદવાર:

લાલુએ વીમા ભારતીને બનાવ્યા ઉમેદવાર:

RJD ચીફ લાલુ યાદવે પૂર્ણિયા સીટથી JDU છોડીને આવેલા વીમા ભારતીને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. લાલુએ તેમને પાર્ટીનું સિમ્બલ સોંપ્યું છે. ત્યારબાદ વીમા ભારતીયે પૂર્ણિયામાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની ઉમેદવારીની જાહેરાત કરી હતી. તેમને લાલુ યાદવ અને રાબડી દેવીના આશીર્વાદ મળ્યા છે અને તેઓ પૂર્ણિયાથી RJDની ટિકિટ પર ચૂંટણી લડશે.


લાલુ યાદવ અને પપ્પુ યાદવની મુલાકાત

લાલુ યાદવ અને પપ્પુ યાદવની મુલાકાત

કોંગ્રેસમાં સામેલ થવાથી બરાબર એક દિવસ અગાઉ પપ્પુ યાદવે પટનામાં લાલુ સાથે મુલાકાત કરી હતી. જો કે, લાલુ યાદવ પૂર્ણિયા સીટ તેમને આપવા રાજી થયા નહોતા. પપ્પુ યાદવે દાવો કર્યો કે, લાલુએ તેમને મધેપુરા સીટની રજૂઆત કરી હતી, પરંતુ તેમણે એ રજૂઆત ઠુકરાવી દીધી. ભલે તેઓ કોંગ્રેસની સૌદેબાજીની આશા લગાવી બેઠા છે, પરંતુ તેમના માટે આગળનો માર્ગ મુશ્કેલ લાગે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top