વિદાઇ અગાઉ મતદાન કરવા પહોંચી દુલ્હન, સીધી મંડપથી મતદાન કેન્દ્ર પહોંચી

વિદાઇ અગાઉ મતદાન કરવા પહોંચી દુલ્હન, સીધી મંડપથી મતદાન કેન્દ્ર પહોંચી

04/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

વિદાઇ અગાઉ મતદાન કરવા પહોંચી દુલ્હન, સીધી મંડપથી મતદાન કેન્દ્ર પહોંચી

રાજસ્થાનના 12 જિલ્લામાં આજે સવારે 7:00 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. સવારથી જ મોટી સંખ્યામાં મતદાતા વોટિંગ સેન્ટર પહોંચી રહ્યા છે. ભીષણ ગરમીથી લોકોને પરેશાની તો થઈ રહી છે, પરંતુ પોતાની જવાબદારીથી તેઓ પાછળ હટી રહ્યા નથી. આ દરમિયાન ધૌલપુર લોકસભા ક્ષેત્રમાં પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. અહી રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, બસેડી, કરૌલીમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. મતદાન શરૂ થવાના થોડા સમય બાદ રાજકીય ઉચ્ચ માધ્યમિક વિદ્યાલય, બસેડી, કરૌલીમાં એક દુલ્હન વોટ નાખવા પહોંચી.


વિદાઇ અગાઉ શિવાની પોતાના મતદાન કેન્દ્ર પહોંચી

વિદાઇ અગાઉ શિવાની પોતાના મતદાન કેન્દ્ર પહોંચી

શિવાની નામની આ મતદાતાના એક દિવસ અગાઉ લગ્ન થયા છે. રાતભર લગ્નની રીત રિવાજો બાદ સવારે વિદાઇ અગાઉ શિવાની પોતાના મતદાન કેન્દ્ર પહોંચી અને મહેંદીથી લાલ હાથોના નખો પર બ્લૂ સ્યાહી લગાવી. જેવી જ શિવાની મતદાન કેન્દ્ર પહોંચી, લોકોનું ધ્યાન તેની તરફ જતું રહ્યું. સેંથામાં સિંદુર અને ભારે લેહંગામાં જ શિવાની મતદાન કરવા પહોંચી હતી. શિવાનીએ જણાવ્યું કે, વિદાઇ બાદ તે પોતાના મતદાન કેંદ્રથી દૂર જતી રહેશે. આ કારણે તેણે વિદાઇ અગાઉ પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવાણો નિર્ણય લીધો.


19 એપ્રિલથી ભારતમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ

19 એપ્રિલથી ભારતમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ

ઉલ્લેખનીય છે કે, લગ્ન સીઝનમાં થઈ રહેલા મતદાનમાં ઘણી જગ્યાઓ પર દુલ્હનોએ આવીને મતદાન કર્યું. 19 એપ્રિલથી ભારતમાં લોકસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. પહેલા ચરણમાં 21 રાજ્યોના ઘણા જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે. મતદાતા સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન કરી શકે છે, પરંતુ વધતાં તાપમાન વચ્ચે લોકો સવારે જ મતદાન કરવામાં રસ દેખાડી રહ્યા છે. આ કારણે સવારથી જ ઘણા જિલ્લાઓના મતદાન કેન્દ્ર પર લોકોની લાંબી લાઇન નજરે પડી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top