હવે અશ્લીલ ફિલ્મો બતાવવા સામે કેન્દ્રની કાર્યવાહી..' 18 OTT પ્લેટફોર્મ્સ કરાયા બ્લોક..! જુઓ યાદ

હવે અશ્લીલ ફિલ્મો બતાવવા સામે કેન્દ્રની કાર્યવાહી..' 18 OTT પ્લેટફોર્મ્સ કરાયા બ્લોક..! જુઓ યાદી

03/14/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

હવે અશ્લીલ ફિલ્મો બતાવવા સામે કેન્દ્રની કાર્યવાહી..' 18 OTT પ્લેટફોર્મ્સ કરાયા બ્લોક..! જુઓ યાદ

OTT Platforms Banned : અશ્લીલ ફિલ્મો બતાવવા સામે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઈક કરતા 18 OTT પ્લેટફોર્મ્સ, 19 વેબસાઈટ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મીડિયા બેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને અનેક વખત ચેતવણી આપી હતી. આ પ્લેટફોર્મ્સ IT એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા હતા. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, આ OTT પ્લેટફોર્મ્સ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યા હતા. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મ્સને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી જારી કરી હતી. 


આ 18 OTT એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

આ 18 OTT એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

જે 18 OTT એપ્સને હટાવી દેવામાં આવી છે તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને PrimePlay સામેલ છે.

કેન્દ્ર સરકારે આ 18 OTT એપ્સ ઉપરાંત 19 વેબસાઈટ અને 10 એપ્સ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ 10 એપ્સમાંથી 7 એપ્સ Gooogle Play Store પર અને 3 એપ્સ Apple App Store પરથી હટાવી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ એપ્સ અને પ્લેટફોર્મ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA (Indecent Representation of Women Prohibition Act) 1986ની કલમ 4 હેઠળ લગાવવામાં આવ્યો છે.



સોશિયલ મીડિયા ચેનલ્સ પણ કરવામાં આવી બ્લોક

સોશિયલ મીડિયા ચેનલ્સ પણ કરવામાં આવી બ્લોક

પ્રતિબંધ લાદવામાં આવેલ આ એપમાંથી એકને ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી વધુ ડાઉનલોડ કરવામાં આવી હતી. બીજી તરફ બે એપ્સ 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી હતી. આ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, X અને YouTube પર અશ્લીલ સામગ્રીવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહી હતી. આવા 57 સોશિયલ મીડિયા હેન્ડલ પણ બ્લોક કરવામાં આવ્યા છે. આ કન્ટેન્ટ વાળા ફેસબુકમાંથી 12, ઈન્સ્ટાગ્રામમાંથી 17, X પરથી 16 અને YouTube પરથી 12 ચેનલોને બ્લોક કરવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top