આ બોલિવૂડની ખૂબસૂરત હિરોઈનના 5 અફેર, 3 લગ્ન અને 'પૂર્વ પ્રધાનમંત્રી' સાથે ગાઢ સંબંધો..' છતાંય 7

આ બોલિવૂડની ખૂબસૂરત હિરોઈનના 5 અફેર, 3 લગ્ન અને 'પૂર્વ પ્રધાનમંત્રી' સાથે ગાઢ સંબંધો..' છતાંય 74 વર્ષની ઉંમરે એકલવાયુ જીવન જીવે! જાણો

04/19/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

આ બોલિવૂડની ખૂબસૂરત હિરોઈનના 5 અફેર, 3 લગ્ન અને 'પૂર્વ પ્રધાનમંત્રી' સાથે ગાઢ સંબંધો..' છતાંય 7

ઝીનત અમાનનો બોલિવૂડમાં એક ગોલ્ડન પીરિયડ રહ્ઓ છે. 70ના દશક અને ગ્લેમરસ હિરોઇન્સના પાત્રમાં પ્રાણ ફૂંકી દેનારી ઝીનત અમાનની ખૂબસૂરતી દેશના છેવાડાના ગામ સુધી ચર્ચામાં રહેતી હતી. ઝીનત અમાનના ઘણા પાત્રોના પોસ્ટર લોકો પોતાના ઘરોમાં લગાવતા હતાં. ઝીનત અમાનની દિવાનગી લોકોની સાથે સિનેમામાં કામ કરતાં મોટા-મોટા સુપરસ્ટાર્સ પર પણ છવાયેલી હતી.


13 વર્ષની થઈ ત્યારે તેના પિતાનું અવસાન

13 વર્ષની થઈ ત્યારે તેના પિતાનું અવસાન

લિવઇનમાં રહેવાની સલાહ પર પોતાના જમાનાની સ્ટાર રહી ચુકેલી હિરોઈન મુમતાઝે ઝીનત અમાનના નિવેદનનું ખંડન કર્યું હતું. ઝીનત અમાન છેલ્લા 2 દિવસથી આ કારણે ઘણી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં, ઝીનત અમાનના 5 અફેર, 3 લગ્ન અને 74 વર્ષની ઉંમરમાં પણ એકલું જીવન જીવવાની કહાની આપણે જાણીએ. ઝીનત અમાનનો જન્મ 19 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. ઝીનતના પિતા અમાનુલ્લાહ અને માતા હિન્દુ હતા. ઝીનત અમાને મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો.

જ્યારે ઝીનત અમાન 13 વર્ષની થઈ ત્યારે તેના પિતાનું અવસાન થયું. બાળપણમાં જ પિતાને ગુમાવનાર ઝીનત અમાનને ગ્લેમરની દુનિયામાં ખૂબ જ રસ હતો. સુંદર હોવાની સાથે જ ઝીનત અમાનને ફિલ્મોનો પણ શોખ હતો. સાથે જ ઝીનત અમાન અભ્યાસમાં પણ ઘણી સારી છે. ઝીનતને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ પણ મળી હતી. અહીં અભ્યાસ દરમિયાન જ ઝીનત અમાને મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.


70ના દાયકામાં મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં

70ના દાયકામાં મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં

ઝીનત અમાને 70ના દાયકામાં મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં પણ ભાગ લીધો હતો. પરંતુ ઝીનત અમાન આ કોમ્પિટિશનમાં રનર અપ રહી હતી. જો કે ઝીનત અમાને મિસ એશિયા પેસિફિકનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. આ પછી ઝીનત સ્ટાર બની ગઈ. ઝીનતે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને 1971માં ફિલ્મ હલચલથી પોતાના કરિયરની શરૂઆત કરી. લોકોએ ઝીનત અમાનને પસંદ કરી અને તેને સ્ટાર બનાવી. ઝીનત અમાનની સુંદરતાની ચર્ચા દરેક જગ્યાએ થવા લાગી.


ઝીનત અમાનનો પહેલો પ્રેમ સંબંધ સંજય ખાન

ઝીનત અમાનનો પહેલો પ્રેમ સંબંધ સંજય ખાન

ફિલ્મી હીરોથી લઈને ડાયરેક્ટર્સ સુધી તેના માટે દિવાના થવા લાગ્યા. આ સમયગાળા દરમિયાન ઝીનત અમાનને પણ પ્રેમની સીડી ચડવાની તક મળી. ઝીનત અમાનનો પહેલો પ્રેમ સંબંધ સંજય ખાન સાથે હતો. સંજય અને ઝીનત એકબીજાને પ્રેમ કરતા હતા. તેમનો સંબંધ થોડા વર્ષો સુધી ચાલ્યો અને તેઓએ 1978માં ચુપચાપ લગ્ન કરી લીધા. લગ્ન બાદ બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. આટલું જ નહીં, એકવાર ઝઘડા દરમિયાન સંજય ખાને ઝીનત અમાનને ખૂબ માર માર્યો હતો. ઝીનતનું જડબું તૂટી ગયું હતું અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ઝીનતના આ લગ્ન થોડા વર્ષો પછી તૂટી ગયા.


ઝીનત અમાને મઝહર ખાન સાથે બીજા લગ્ન

ઝીનત અમાને મઝહર ખાન સાથે બીજા લગ્ન

આ પછી ઝીનત અમાને મઝહર ખાન સાથે બીજા લગ્ન કર્યા.આ લગ્ન પર પણ સમયની નજર લાગી અને ટૂંક સમયમાં જ ઝીનતના બીજી વખત છૂટાછેડા થઇ ગયા. ઝીનત અમાને 2012માં અમન ખન્ના સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. ઝીનતે 54 વર્ષની ઉંમરે ત્રીજા લગ્ન કર્યા. જ્યારે અમન ખન્ના માત્ર 33 વર્ષના હતા. ઝીનત અમાનના ત્રીજા લગ્ન પણ ટૂંક સમયમાં તૂટી ગયા.


74 વર્ષની ઉંમરે એકલવાયુ જીવન જીવે

74 વર્ષની ઉંમરે એકલવાયુ જીવન જીવે

હવે ઝીનત 74 વર્ષની ઉંમરે એકલવાયુ જીવન જીવે છે. ઝીનત અમાનના 5 થી વધુ અફેર રહ્યાં હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાન સાથે ઝીનતના સંબંધોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top