ભાજપના સાંસદ એવા જાણીતા એક્ટર ફસાયા વિવાદમાં, એક મહિલાએ કર્યો પત્ની હોવાનો દાવો સાથે તેમની એક

ભાજપના સાંસદ એવા જાણીતા એક્ટર ફસાયા વિવાદમાં, એક મહિલાએ કર્યો પત્ની હોવાનો દાવો સાથે તેમની એક ...!? જાણો સમગ્ર વાત

04/16/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

ભાજપના સાંસદ એવા જાણીતા એક્ટર ફસાયા વિવાદમાં, એક મહિલાએ કર્યો પત્ની હોવાનો દાવો સાથે તેમની એક

બોલીવુડ અને ભોજપુરી સિનેમાના જાણીતા એક્ટર અને ભાજપના ગોરખપુરના સાંસદ રવિ કિશન મોટા વિવાદમાં ફસાયા છે. લખનઉમાં અચાનક મીડિયા સામે આવેલી અપર્ણા ઠાકુર નામની મહિલાએ રવિ કિશનની પત્ની હોવાનો દાવો કર્યો છે. પોતાની દીકરીને રવિ કિશનની દીકરી ગણાવી તેને સોશિયલી સ્વીકારવાની માંગ કરી છે. અપર્ણાએ સોમવારે લખનઉમાં પ્રેસ કોન્ફરન્સ કરતાં કહ્યું હતું કે, જો તેને ન્યાય નહીં મળે તો તે કોર્ટમાં જશે.


રવિ કિશન તેની પુત્રીને સામાજિક રીતે સ્વીકારે

રવિ કિશન તેની પુત્રીને સામાજિક રીતે સ્વીકારે

તેણીએ જણાવ્યું હતું કે, તે રવિ કિશનની પત્ની છે. તે કિશનને 1995 માં મળી હતી જ્યારે તે મુંબઈમાં પત્રકાર હતી. તેણીએ 1996માં રવિ કિશન સાથે પરિવાર અને મિત્રોની સામે મુંબઈમાં લગ્ન કર્યા હતા. તેમને એક દીકરી પણ છે. મહિલાએ માંગ કરી હતી કે રવિ કિશન તેની પુત્રીને સામાજિક રીતે સ્વીકારે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અપર્ણા ઠાકુરે રવિ કિશનની કથિત દીકરીને પણ સાથે લાવી હતી. અપર્ણાએ કહ્યું કે રવિ કિશન તેના સંપર્કમાં છે પરંતુ જાહેરમાં અને સામાજિક રીતે તે હવે તેણીને અથવા તેની પુત્રીને સ્વીકારવા તૈયાર નથી.

રવિ કિશનની કથિત પુત્રી શેનેવાએ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મને ક્યારેય પિતાનો પ્રેમ મળ્યો નથી. તેઓ ઘેર આવતાં હતા, તેમણે મારી સાથે ઘણી વાતો કરી છે પરંતુ ક્યારેક મદદ કરી નથી. એક વાર જ્યારે મેં 10,000 માગ્યાં હતા ત્યારે પણ નહોતા આપ્યાં. શેનોવોએ કહ્યું કે, હું 15 વર્ષની હતી જ્યારે મને ખબર પડી કે રવિ કિશન મારા પિતા છે. તે પહેલા હું તેમને કાકા કહીને બોલાવતી હતી, તે મારા જન્મદિવસ ઘેર આવતાં, પરંતુ મને ક્યારેક પિતાનો પ્રેમ આપ્યો નથી. અપર્ણાએ કેટલીક તસવીરો પણ બતાવી જેમાં રવિ કિશન એક છોકરીને ખોળામાં લઈ જતો જોવા મળ્યો હતો.


રવિ કિશનએ શું કહ્યું?

રવિ કિશનએ શું કહ્યું?

આ મામલે સ્પષ્ટતા આપતાં રવિ કિશને એવું કહ્યું કે, તે 30 વર્ષ પહેલા આરોપ લગાડનારી મહિલાના ભાડૂઆત હતા. હવે મને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. મેં પહેલા પણ આ અંગે મુંબઈમાં ફરીયાદ દાખલ નોંધાવી હતી.

રવિ કિશન ઉત્તર પ્રદેશની ગોરખપુર લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે અને આગામી ચૂંટણીમાં પણ આ બેઠક પરથી ઉમેદવાર છે. તેમણે ભોજપુરી અને હિન્દી સિનેમાની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પત્નીનું નામ પ્રીતિ કિશન છે અને બંનેને રિવા કિશન નામની પુત્રી છે. હવે અપર્ણા ઠાકુરના દાવાઓએ તેમની રાજકીય સ્થિતિ તેમજ પારિવારિક શાંતિમાં ઉથલપાથલ મચાવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top