હજુ પણ ફિલ્મોમાં સક્રિય એવી બોલીવુડની સૌથી જૂની અભિનેત્રી..!? એક સમયે દિલીપ કુમાર હતા તેમના

હજુ પણ ફિલ્મોમાં સક્રિય એવી બોલીવુડની સૌથી જૂની અભિનેત્રી..!? એક સમયે દિલીપ કુમાર હતા તેમના પ્રેમમાં પણ ...!, જાણો સમગ્ર વાત

04/17/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

હજુ પણ ફિલ્મોમાં સક્રિય એવી બોલીવુડની સૌથી જૂની અભિનેત્રી..!? એક સમયે દિલીપ કુમાર હતા તેમના

હિન્દી સિનેમાના ઈતિહાસમાં ઘણા મહાન સિતારાઓ થઇ ગયા જેમનું યોગદાન હંમેશા માટે યાદ કરવામાં આવશે. જેમાંથી એક જે છે બોલિવૂડની સૌથી જૂની અભિનેત્રી કામિની કૌશલ. તેમણે બોલીવુડની આ  સફરમાં અભિનેત્રી તરીકે ઘણી ખાસ ભૂમિકાઓ ભજવી છે. તેઓની ઉંમર હાલ ૯૭ વર્ષની છે અને ઇન્ડસ્ટ્રીમાં તેઓ ૭૫ વર્ષથી પણ વધારે સમયથી સક્રિય છે.


પહેલી જ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

પહેલી જ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

ઉમા કશ્યપનો જન્મ 24 ફેબ્રુઆરી 1927ના રોજ લાહોરમાં થયો હતો. એ સમયમાં જ્યારે સ્ત્રીઓ માત્ર ઘરની ચાર દીવાલો સુધી જ સીમિત રહેતી હતી, ત્યારે તેમણે લાહોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં બીએ કર્યું હતું. તેણીએ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ ઘોડેસવારીથી લઈને સ્વિમિંગ સુધીનું બધું જ શીખ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે સમયગાળા દરમિયાન તેને ક્યારેય પ્રેમ કરવાનો સમય મળ્યો નથી. તે સ્વિમિંગ, રાઈડિંગ, સ્કેટિંગ અને રેડિયો નાટકોમાં ખૂબ જ વ્યસ્ત રહેતી. તે દરમિયાન તેને રેડિયો નાટક માટે 10 રૂપિયા પણ મળતા હતા.


પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ચેતન આનંદે 1946માં આવેલી ફિલ્મ નીચા નગરમાં કામિની કૌશલને તક આપી હતી. તેમની પહેલી જ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી અને ગોલ્ડન પામ જેવો લોકપ્રિય પુરસ્કાર પણ જીત્યો હતો. ફિલ્મ નિર્દેશક ચેતન આનંદે ઉમા કશ્યપને કામિની કૌશલ બનાવી હતી.


દિલીપ કુમાર અને કામિની પ્રેમમાં પડ્યા હતા

દિલીપ કુમાર અને કામિની પ્રેમમાં પડ્યા હતા

એવું કહેવાય છે કે, દિલીપ કુમાર અને કામિની પ્રેમમાં પડ્યા હતા. બંનેએ વર્ષ 1948માં ફિલ્મ શહીદમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન દિલીપ કુમાર અને કામિની કૌશલ એકબીજાની નજીક આવી ગયા હતા. બંને લગ્ન કરવા ઈચ્છતા હતા, પરંતુ આ થવું અસંભવ હતું કારણ કે કામિની પહેલાથી પરીણિત હતી. કહેવાય છે કે, કામિની કૌશલની બહેનના મોત બાદ બાળકોનું ધ્યાન રાખવા માટે તેના લગ્ન તેના બનેવી સાથે કરાવી દેવામાં આવ્યા હતા. ઈચ્છા ન હોવા છતાં મજબૂરીમાં કામિનીએ આ લગ્ન કરવા પડ્યા હતા. તેવામાં પરિવારજનોને કામિની અને દિલીપના સંબંધોની જાણ થઈ તો ખુબ હંગામો થયો હતો. પરિવારજનોના દબાવ બાદ કામિની કૌશલ અને દિલીપ કુમારે પોતાના સંબંધો પર હંમેશા માટે પૂર્ણ વિરામ લગાવી દીધો હતો.


હજુ પણ અભિનયમાં સક્રિય

હજુ પણ અભિનયમાં સક્રિય

કામિની કૌશલ 75 વર્ષથી એક્ટિંગ કરી રહી છે. તેઓ આજે પણ સિનેમામાં સક્રિય છે. 'કબીર સિંહ'માં શાહિદ કપૂરની દાદીથી લઈને 'ચેન્નઈ એક્સપ્રેસ'માં શાહરૂખ ખાનની દાદી સુધી, તેણી 'લગા ચુનરી મેં દાગ'માં અભિષેક બચ્ચનની દાદીનો રોલ કરતાં પણ જોવા મળ્યા છે. આટલું જ નહીં વર્ષ 2022માં તેણી 'લાલ સિંહ ચઢ્ઢા'માં કેમિયો કરતી જોવા મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top