મારી આંખો સામે જ મારા પિતાએ મારી માં અને બહેનની હત્યા કરી અને પછી...'જાણો આ બોલીવૂડ એક્ટરની દુઃ

મારી આંખો સામે જ મારા પિતાએ મારી માં અને બહેનની હત્યા કરી અને પછી...'જાણો આ બોલીવૂડ એક્ટરની દુઃખ કહાની?

04/13/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

મારી આંખો સામે જ મારા પિતાએ મારી માં અને બહેનની હત્યા કરી અને પછી...'જાણો આ બોલીવૂડ એક્ટરની દુઃ

બેખુદી, બાલી ઉમર કો સલામ અને અંગારા જેવી ફિલ્મો માટે પ્રખ્યાત અભિનેતા કમલ સદાના માટે એક સમયે ચાહકોની કોઈ કમી નહોતી. છેલ્લી વખત આ એકેટર 2023માં ફિલ્મ પિપ્પાથી લાઇમલાઇટમાં આવ્યો હતો. અભિનેતાને પહેલી જ ફિલ્મથી જબરદસ્ત સ્ટારડમ મળ્યું હતું. પરંતુ તેણે પોતાની પર્સનલ લાઇફમા ઘણું દુઃખ સહન કર્યું છે. આ દરમિયાન તેના પરિવાર સાથે થયેલા અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું હતુ. અભિનેતાએ વર્ષો પછી ખુલાસો કર્યો છે કે, તેના પિતા બ્રિજ સદનાએ આત્મહત્યા કરતા પહેલા તેની બહેન નમ્રતા અને તેમની માતા સઇદા ખાનની પણ હત્યા કરી હતી. 


પિતાએ જ કરી પત્ની અને બહેનની હત્યા

પિતાએ જ કરી પત્ની અને બહેનની હત્યા

કમલે એક ઇન્ટરવ્યુમા પોતાની પર્સનલ લાઇફને લઇને ચોંકાવનારા કુલાસા કર્યા છે. તેમણે કહ્યું કે, જયારે હું 20 વર્ષનો હતો ત્યારે મારા પિતાએ મારી માતા અને બહેનની ગોળી મારીને હત્યા કરી હતી અને પોતે પણ આત્મહત્યા કરી હતી. 

અભિનેતાએ કહ્યું કે, "હું મારી માતા અને બહેનને લઈને તરત જ હોસ્પિટલ ગયો. તેમનુ લોહી વહી રહ્યુ હતુ. તે સમયે મને ખબર ન હતી કે, મને પણ ગોળી વાગી છે. ડૉક્ટરે કહ્યું, 'તમારા શર્ટ પર આટલું લોહી કેવી રીતે આવ્યું?'મેં કહ્યું, 'ના, એ મારી મા અને બહેનનુ હશે.' ડૉક્ટરે કહ્યું, 'ના, તમને પણ ગોળી વાગી છે.' આ હોસ્પિટલમા જગ્યા નથી, તમારે બીજી હોસ્પિટલમાં જવું પડશે.' મેં કહ્યું, 'ના, તમે મારી મા અને બહેનને જીવતા રાખો.' મારે મારા પિતાની તપાસ કરવી પડી કે, તેઓ શું કરી રહ્યા છે."

અભિનેતાએ વધુમા કહ્યું કે, “મેં મારી નજર સામે મારા પરિવારને મરતા જોવા.. જે મારા માટે ખૂબ દુખદાયક છે. મને પણ ગોળી વાગી હતી. એક ગોળી મારી ગરદનની એક બાજુથી વાગી અને બીજી બાજુથી બહાર નીકળી ગઈ. હું ત્યાં બચી ગયો છું. બીજું કોઈ કારણ નથી. મારા જીવતા રહેવાનું કોઈ તાર્કિક કારણ નથી.”


ઘરમાં મૃતદેહ જોઈને પરિવાર સ્તબ્ધ

ઘરમાં મૃતદેહ જોઈને પરિવાર સ્તબ્ધ

કમલ સદાના વારંવાર ના પાડવા છતાં, તેનો મિત્ર તેને બીજી હોસ્પિટલમાં લઈ ગયો. અભિનેતાએ જણાવ્યું કે જ્યારે તે હોશમાં આવ્યો અને ઘરે આવ્યો તો ત્યાં તેના પરિવારના મૃતદેહો જોઈને તે દંગ રહી ગયો. માતા અને બહેનને ગોળી માર્યા બાદ પિતાએ પણ પોતાને પણ ગોળી મારી દીધી. કમલે એ પણ જણાવ્યું કે તેના પિતા ખરાબ નહોતા, પરંતુ દારૂએ તેમને આવા બનાવી દીધા હતા.

કમલ સદાનાના પરિવારના મૃત્યુ પછી તરત જ ઘરે ઘરે જઈને પ્રોડ્યુસર પાસે કામની માંગણી કરી અને અંતે કાજોલ સાથે ફિલ્મ બેખુદી મળી હતી. તેણે શરૂઆતમાં ક્યારેય તેનો જન્મદિવસ ઉજવ્યો ન હતો, પરંતુ ગયા વર્ષે તેણે તેના બાળકો સાથે જન્મદિવસની નાની પાર્ટી આપી હતી.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top