"આપણે સલમાન ખાનની મજાક..."KRKએ વીડિયો શેર કરતા કુણાલ કામરાએ કહ્યું હું મારા જોક્સ માટે માફી નથી માગતો! જાણો સમગ્ર મામલો
લોકપ્રિય કોમેડિયન કુણાલ કામરા અવારનવાર સમાચારોમાં રહે છે. સ્ટેન્ડઅપ કોમેડી ઉપરાંત તેઓ તેના નિવેદનોને કારણે પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. સાથે જ તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને બોલિવૂડથી લઈને રાજકારણ સુધીના વિવિધ મુદ્દાઓ પર પોતાના મંતવ્યો વ્યક્ત કરતા જોવા મળે છે.
હાલમાં જ કુણાલ કામરાએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની મજાક ઉડાવી હતી અને આ પછી કોમેડિયને અભિનેતાની માફી માંગવાની પણ ના પાડી દીધી. એવામાં હવે કુણાલનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા કુણાલ કામરાના વીડિયોમાં તે બિગ બોસ ઓટીટીમાં ઓફર મળવાની વાત કરતો જોવા મળે છે. તે કહે છે, “મને અંબાણીના ઓટીટી પર જવાની અને સલમાન ખાન પાસેથી નૈતિક પાઠ લેવાની ઓફર મળી છે. દર શનિવારે સલમાન ખાન આવશે અને તમને જણાવશે કે કેવી રીતે એક સારા વ્યક્તિ બનવું. આ પછી તેણે સલમાનની મિમક્રી કરી અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.
જો કે કુણાલ કામરા અહીં જ ન અટક્યો, તેણે આગળ કહ્યું, "બધા કહે છે કે આપણે સલમાન ખાનની મજાક ન કરવી જોઈએ. તે મહિલાઓને થપ્પડ મારતો રહે છે, પણ આપણે તેની મજાક ન ઉડાવી શકીએ?"
According to reports @BeingSalmanKhan is filing defamation case against @kunalkamra88 for abusing him. Kunal is doing only comedy So Salman shouldn’t get angry.🤪 Watch the video! pic.twitter.com/zjM552xYjD — KRK (@kamaalrkhan) March 29, 2024
According to reports @BeingSalmanKhan is filing defamation case against @kunalkamra88 for abusing him. Kunal is doing only comedy So Salman shouldn’t get angry.🤪 Watch the video! pic.twitter.com/zjM552xYjD
આ વીડિયોને પોતાના ટ્વિટર પર શેર કરતા કમાલ રાશિદ ખાન એટલે કે KRKએ લખ્યું, “અહેવાલ મુજબ, સલમાન ખાન કુણાલ કામરા સામે માનહાનિનો કેસ દાખલ કરી રહ્યો છે. તેનું કારણ આ વીડિયો છે, જેમાં તેની વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.'એવામાં હવે KRKના ટ્વીટનો જવાબ આપતાં કુણાલ કામરાએ લખ્યું, "હું ઉડતું પક્ષી કે ફૂટપાથ નથી અને હું મારા જોક્સ માટે માફી નથી માંગતો...."
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp