જુનાગઢની ૮૦-૯૦ના દાયકાની ખુબ ચર્ચિત આ બોલ્ડ અદાકારા, જેનું પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ રોગને કારણે થ

જુનાગઢની ૮૦-૯૦ના દાયકાની ખુબ ચર્ચિત આ બોલ્ડ અદાકારા, જેનું પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ રોગને કારણે થયું હતું રહસ્યમયી મૃત્યુ, મૃત્યુના ત્રણ દિવસ સુધી....., જાણો હકીકત

04/04/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

જુનાગઢની ૮૦-૯૦ના દાયકાની ખુબ ચર્ચિત આ બોલ્ડ અદાકારા, જેનું પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ રોગને કારણે થ

બોલીવુડની ૮૦-૯૦ના દાયકાની ખુબ ચર્ચિત એવી બોલ્ડ અદાકારા પરવીન બાબીનો આજે જન્મ દિવસ છે. પરવીન 1970 અને 1980ના દાયકાની શરૂઆતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંની એક હતી. બાબી તેની "ગ્લેમરસ" અભિનય શૈલી માટે ખુબ ચર્ચિત હતી. બાબીની મોડેલીંગ અને ફેશન સેન્સે તેણીને બોલીવુડમાં આઇકોન તરીકે સ્થાપિત કરી હતી.


પરવીનનો પરિવાર જૂનાગઢના નવાબોના પરિવારથી હતો

પરવીનનો પરિવાર જૂનાગઢના નવાબોના પરિવારથી હતો

બાબીનો જન્મ ૪ એપ્રિલ ૧૯૫૪ના રોજ ગુજરાતના જૂનાગઢમાં વલી મોહમ્મદ ખાનના ઘરે થયો હતો. તેમનો પરિવાર જૂનાગઢના નવાબોના પરિવારથી હતો. પરવીન બાબીનો જન્મ તેના માતા-પિતાના લગ્નના ૧૪ વર્ષ બાદ થયો હતો. પરવીન માત્ર ૬ વર્ષની હતી ત્યારે તેના પિતા વલી મોહમ્મદનું અવસાન થયું હતું. તેથી તેની માતા જમાલ બખ્તે બાબીએ અમદાવાદમાં એકલા રહીને તેનો ઉછેર કર્યો હતો. માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ પરવીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં ડિગ્રી મેળવી હતી.


નાનપણથી જ અત્યંત બોલ્ડ હતી

નાનપણથી જ અત્યંત બોલ્ડ હતી

પરવીન બાબી નાનપણથી જ અત્યંત બોલ્ડ હતી. મોર્ડન કપડાં પહેરીને ખુલ્લેઆમ સિગરેટ પીતી પરવીન ઘણીવાર લોકોનું ધ્યાન ખેંચતી હતી. આ જ કારણ છે કે માત્ર 18 વર્ષની ઉંમરમાં પરવીનને મોટા મોડલિંગ પ્રોજેક્ટ મળવા લાગ્યા હતા. પરવીન બાબીની મોડેલિંગ કારકિર્દી 1972 માં શરૂ થઈ હતી અને ઝડપથી તેણે ક્રિકેટર સલીમ દુર્રાનીની સામે ફિલ્મ ચરિત્ર (1973) થી તેની ફિલ્મની શરૂઆત કરી હતી. ને ત્યાર પછી તેણીએ પાછુ વાળીને જોયું ન હતું. પરવીન બાબીએ બોલીવુડમાં તેની કરિયરમાં દિવાર (1975), અમર અકબર એન્થની (1977), ધ બર્નિંગ ટ્રેન (1980), શાન (1980), કાલિયા (1981), નમક હલાલ (1982) જેવી ડઝનબંધ શાનદાર સુપરહીટ ફિલ્મોમાં કામ કર્યું છે. બાબી એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક હતી જેમનો પોશાક સંપૂર્ણપણે પશ્ચિમી હતો.


પરવીન બાબીને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ નામનો રોગ હતો

પરવીન બાબીને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ નામનો રોગ હતો

બોલીવુડની કરિયરની ટોચે હતી ત્યારે જ પરવીન બાબીને પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ નામનો રોગ થયો હતો. નાનપણથી આ રોગથી પીડિત હોવાનું પણ કહેવાય છે. પરવીનના ઘણા પ્રેમીઓમાંના એક કબીર બેદીએ પોતાની ઓટોબાયોગ્રાફીમાં પરવીનના બાળપણ વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે, પરવીનને નાનપણથી જ આત્માઓ દેખાતી હતી. આ પુસ્તક પ્રકાશિત થયા પહેલા પણ એક ઇન્ટરવ્યુમાં કબીરે પરવીન બાબી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, પરવીનની સમસ્યાઓ તેના બાળપણથી જ શરૂ થઈ હતી. તેને તેના ઘરની આસપાસના સ્મારકોમાં આત્માઓ દેખાતી હતી. તેમણે જણાવ્યું હતું કે, પરવીન બાબીનું મુઘલ બાદશાહ હુમાયુ સાથે પણ કનેક્શન નીકળ્યું હતું. પરવીન બાબીના વડવાંઓ હુમાયુંને ત્યાં કામ કરતાં હતા.


પરવીનના મોતની ત્રણ દિવસે ખબર પડી

પરવીનના મોતની ત્રણ દિવસે ખબર પડી

કબીર બેદી, ડેની ડેન્ઝોંગપા અને મહેશ ભટ્ટ સાથેના સંબંધો પછી તેણી અપરિણીત રહી હતી. તેણીએ 1973 થી 1992 દરમિયાન અખબારો અને સામયિકોમાં પણ અસંખ્ય યોગદાન આપ્યું હતું. તે મુંબઈમાં એક પેન્ટહાઉસ એપાર્ટમેન્ટમાં રહેતી હતી, સારા નાણાકીય રોકાણોથી સમૃદ્ધપણે જીવતી હતી. ડિપ્રેશનથી પીડિત પરવીન બાબીનું 20 જાન્યુઆરી 2005ના રોજ  50 વર્ષની વયે મોત થયું હતું. તેની લાશ 3 દિવસ સુધી સડતી રહી હતી. ત્રણ દિવસ ખબર પડી કે પરવીનનું મોત થઈ ચૂક્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top