એ.આર રહેમાનની કારકિર્દીને મહત્વપૂર્ણ ઊંચાઈ સુધી લઈ જનાર આ ગીત શું તેમણે ખુદ નથી કમ્પોઝ કર્યું..

એ.આર રહેમાનની કારકિર્દીને મહત્વપૂર્ણ ઊંચાઈ સુધી લઈ જનાર આ ગીત શું તેમણે ખુદ નથી કમ્પોઝ કર્યું..!? જાણો હકીકત

04/20/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

એ.આર રહેમાનની કારકિર્દીને મહત્વપૂર્ણ ઊંચાઈ સુધી લઈ જનાર આ ગીત શું તેમણે ખુદ નથી કમ્પોઝ કર્યું..

એ.આર. રહેમાનને સ્લમડોગ મિલિયોનેર ફિલ્મના ખુબ જ ફેમસ થયેલા 'જય હો' ગીતે ઓસ્કાર, ગોલ્ડન ગ્લોબ, બાફ્ટા અને ગ્રેમી એવોર્ડ જીતાડ્યા હતા. એ.આર. રહેમાનની કારકિર્દીને સાતમા આસમાને પહોંચાડવામાં આ ગીતે મહત્વની ભૂમિકા ભજવી હતી. પણ તેના આટલા વર્ષો પછી હવે 'જય હો' ગીતને લઈને એક ચોંકાવનારી વાત સામે આવી છે. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'જય હો'ની ટ્યુન એઆર રહેમાને નહીં, પરંતુ સુખવિંદર સિંહ દ્વારા કમ્પોઝ કરવામાં આવી હતી.


એ.આર. રહેમાને આ ગીત પોતે કંપોઝ નથી કર્યું

એ.આર. રહેમાને આ ગીત પોતે કંપોઝ નથી કર્યું

રામ ગોપાલ વર્માએ કહ્યું હતું કે 'જય હો ગીત સુભાષ ઘાઈની 2008માં આવેલી ફિલ્મ યુવરાજ માટે કમ્પોઝ કરવામાં આવ્યું હતું. પરંતુ સુભાષ ઘાઈને તે સમયે લાગ્યું કે, જય હો ગીત તેમની તે ફિલ્મમાં ક્યાંય પણ બેસી નથી થઈ રહ્યું. તેથી ત્યારે તેમણે એ ગીતનો ઉપયોગ ટાળ્યો હતો. ત્યારબાદ વર્ષ 2008માં જ 'સ્લમડોગ મિલિયોનેર' ફિલ્મમાં જય હો ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.'

રામ ગોપાલ વર્માએ એ ગીતનો ખુલાસો કરતાં એમ કહ્યું હતું કે, જય હો ગીતની ટ્યુન એ.આર. રહેમાને સુખવિંદર સિંહ પાસેથી કંપોઝ કરાવડાવી હતી. રામ ગોપાલ વર્માનું કહેવું છે કે, જ્યારે સુભાષ ઘાઈ એ.આર. રહેમાનના આલ્બમ આપવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે રહેમાન લંડનમાં હતા. એવામાં એ.આર. રહેમાને ગાયક સુખવિંદર સિંહ પાસેથી મદદ માંગી 'જય હો' ગીત તેમની પાસેથી કમ્પોઝ કરાવ્યું હતું. અને આ બાબતે જ્યારે સુભાષ ઘાઈને ખબર પડી કે, એ.આર. રહેમાને આ ગીત પોતે કંપોઝ નથી કર્યું, તો તેઓ ખૂબ નારાજ થઈ ગયા.


પૈસા લઈને સુખવિંદર પાસેથી મ્યુઝિક કમ્પોઝ કરાવવાવાળા તમે કોણ?

પૈસા લઈને સુખવિંદર પાસેથી મ્યુઝિક કમ્પોઝ કરાવવાવાળા તમે કોણ?

રામ ગોપાલ વર્માનું કહેવું છે કે, તે સમયે સુભાષ ઘાઈએ એ.આર. રહેમાન પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું તમને એક મ્યુઝિક ડિરેક્ટર તરીકે કરોડો રૂપિયા ચૂકવી રહ્યો છું. અને તમે મારા માટે સુખવિંદર પાસેથી ધૂન કંપોઝ કરાવી રહ્યા છો. જો મને સુખવિંદર જ જોઈતો હોય તો હું તેને સાઇન કરીશ. પૈસા લઈને સુખવિંદર પાસેથી મ્યુઝિક કમ્પોઝ કરાવવાવાળા તમે કોણ છો?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top