મતદાન કેન્દ્રના બાથરૂમમાં લોહીલુહાણ પડ્યો હતો CRPF જવાન, હૉસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં થઈ ચૂક્ય

મતદાન કેન્દ્રના બાથરૂમમાં લોહીલુહાણ પડ્યો હતો CRPF જવાન, હૉસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં થઈ ચૂક્યું હતું મોત

04/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

મતદાન કેન્દ્રના બાથરૂમમાં લોહીલુહાણ પડ્યો હતો CRPF જવાન, હૉસ્પિટલ લઈ ગયા ત્યાં સુધીમાં થઈ ચૂક્ય

પશ્ચિમ બંગાળના માથાભાંગામાં ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા CRPF જવાનનું મોત થઈ ગયું છે. આ ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અધિકારી ઘટનાસ્થળ પર પહોંચ્યા અને મુલાકાત લીધી. પોલીસે શબ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું છે. પોલીસનું કહેવું છે કે જવાન બાથરૂમમાં પડી ગયો હતો હતો, તેનાથી તેના માથામાં ઇજા થઈ. ત્યારબાદ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં મોત થઈ ગયું. મીડિયા રિપોર્ટ મુજબ, આ ઘટના કાલે રાતની છે.


CRPF જવાબ બેભાન અવસ્થામાં મળ્યો

CRPF જવાબ બેભાન અવસ્થામાં મળ્યો

માથાભાંગામાં એક મતદાન કેન્દ્રમાં બાથરૂમની અંદર એક CRPF જવાબ બેભાન અવસ્થામાં મળ્યો. લોકોએ જોયું તો જવાનને તરત જ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. હૉસ્પિટલ અધિકારિઓનું કહેવું છે કે જવાનના માથામાં ઇજા થઈ હતી. પ્રાથમિક જાણકારીથી ખબર પડી જે જવાન બાથરૂમમાં પડી ગયો હતો. પોલીસે શબ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. અત્યાર સુધી કોઈ ગરબડીની જાણકારી મળી નથી. પોલીસ આ આખા મમાળાને લઈને તપાસ કરી રહી છે.


102 સીટો પર આજે મતદાન

102 સીટો પર આજે મતદાન

ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પહેલા ચરણનું મતદાન આજે થઈ રહ્યું છે. પહેલા ચરણમાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 સીટો પર મતદાન થઈ રહ્યું છે. પહેલા ચરણમાં ઘણા કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી પણ મેદાનમાં છે. પહેલા ચરણનું મતદાન પૂર્ણ થવા સાથે જ 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એવા હશે, જ્યાં ચૂંટણી પૂરી થઈ જશે. બંગાળની 3 સીટો કૂચબિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડી સીટ પર પણ આજે મતદાન થવાનું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top