અમૃત ફળ કેરીને ખાતા પહેલા કરો આ કામ..!? નહી લાગે તેની તાસીર ગરમ...!મળશે તેનાથી શરીરને ભરપુર ફા

અમૃત ફળ કેરીને ખાતા પહેલા કરો આ કામ..!? નહી લાગે તેની તાસીર ગરમ...!મળશે તેનાથી શરીરને ભરપુર ફાયદા, જાણો વિગતે

04/16/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

અમૃત ફળ કેરીને ખાતા પહેલા કરો આ કામ..!? નહી લાગે તેની તાસીર ગરમ...!મળશે તેનાથી શરીરને  ભરપુર ફા

ફળોમાં સૌથી ઉત્તમ અને અમૃતફળ માનતી કેરીની સીઝન બસ આવી જ ગઈ છે. બજારમાં જુદી જુદી જાતની કેરીઓ આવવાની શરૂઆત થઇ ગઈ છે. ઉનાળામાં કેરી જોવાની સાથે જ મોઢામાં પાણી આવી જાય છે. ભાગ્યે જ આ દુનિયામાં એવું કોઈ વ્યક્તિ હસે કે જેને કેરી ન ભાવતી હોય. પરંતુ કેરી ખાવાના શોખીન એવા ભારતીયો કેરી ખાતા સમયે ભૂલ આવી સામાન્ય ભૂલો કરતા હોય છે. જેનાથી સ્વાદના ચક્કરમાં સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આમ તો કેરી એ સ્વાસ્થ્ય માટે ઘણી ગુણકારી મનાય છે, તેનાથી શરીરને ઘણા ફાયદાઓ થાય છે. તેથી કેરી ખાવાની અડધો કલાક પહેલા આ કામ જરૂર કરવું જોઈએ. તેનાથી કેરી ખાવાના ભરપૂર ફાયદા પણ મળે છે અને શરીરને કોઈ નુકસાન પણ નથી થતું.


કીટનાશકો ઓછા થાય છે

કીટનાશકો ઓછા થાય છે

કેરીને પકવવા માટે ઘણા પ્રકારના કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. તે કેમિકલ પેટ અને પાચન સાથે જોડાયેલી સમસ્યા ઉભી કરી શકે છે. જેનાથી માથામાં દુખાવો, કબજીયાત અને બીજી સમસ્યા થઈ શકે છે. તે હાનિકારક કેમિકલ્સ ત્વચા, આંખ અને શ્વાસ લેવામાં બળતરા કરી શકે છે. તેથી તમે કેરી ખાતા પહેલા અડધો કલાક પાણીમાં પલાળીને જરૂર રાખો.


ફાઇટિક એસિડ નિકળી જાય છે

ફાઇટિક એસિડ નિકળી જાય છે

કેરીમાં નેચરલી ફાઇટિક એસિડ નામનો પદાર્થ હોય છે, જેને એન્ટી-ન્યૂટ્રિએન્ટ માનવામાં આવે છે. આ એસિડ શરીરમાંથી કેલ્શિયમ, આયરન અને ઝિંક જેવા મિનરલ્સના વપરાશને રોકે છે. તેનાથી શરીરમાં મિનરલ્સની કમી થઈ શકે છે. તેથી કેરી ખાતા પહેલા તેને થોડો સમય પલાળીને રાખતા કેરીનો વધારાનો ફાઇટિક એસિડ નિકળી જાય છે.


કેરીની ગરમી થાય છે ઓછી

કેરીની ગરમી થાય છે ઓછી

પાણીમાં પલાળી રાખવાથી કેરીની ગરમી ઓછી થાય છે. કેરીની તાસીર થોડી ગરમ હોય છે. તેના વધુ સેવનથી કેટલાક લોકોના ચહેરા પર ફોલ્લીઓ થાય છે. ઘણીવાર ઉબકા અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. પાણીમાં પલાળીને કેરીની ગરમી ઓછી થઈ જાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top