શું સવારનો નાસ્તો જરૂરી છે? સવારે કયા સમયે નાસ્તો કરવાથી શરીરને મળે છે અઢળક ફાયદા!? જાણો વિગતે

શું સવારનો નાસ્તો જરૂરી છે? સવારે કયા સમયે નાસ્તો કરવાથી શરીરને મળે છે અઢળક ફાયદા!? જાણો વિગતે

03/27/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું સવારનો નાસ્તો જરૂરી છે? સવારે કયા સમયે નાસ્તો કરવાથી શરીરને મળે છે અઢળક ફાયદા!? જાણો વિગતે

સવારના નાસ્તાની બાબતે દરેક વ્યક્તિનો પોતાનો અલગ અલગ સમય સામાન્ય રીતે હોય છે. તો કેટલાક લોકો સવારમાં નાસ્તો નથી કરતાં હોતા. પરંતુ આ બાબતે સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે. સારો નાસ્તો તમને દિવસ માટે પુષ્કળ ઊર્જા પ્રદાન કરે છે અને તે તમારા પાચનને પણ વેગ આપે છે. પરંતુ તેના માટે નાસ્તો સ્વાદિષ્ટની સાથે પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ. તે બ્લડ સુગર અને સ્થૂળતાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઉપરાંત સ્વસ્થ નાસ્તો હૃદયની તંદુરસ્તી અને જ્ઞાનાત્મક કાર્યને સુધારે છે.


જાગ્યા પછી જેટલો વહેલો નાસ્તો કરવામાં આવે તેટલું મેટાબોલિઝમ સારું

જાગ્યા પછી જેટલો વહેલો નાસ્તો કરવામાં આવે તેટલું મેટાબોલિઝમ સારું

એક રિપોર્ટ અનુસાર નાસ્તો ન કરવાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તણાવ, થાક, સ્થૂળતા અને ડાયાબિટીસ વગેરેનું જોખમ વધી શકે છે. સવારે નાસ્તો ન કરવાથી તમારી ભૂખના હોર્મોન્સ ભેળસેળ થઈ જાય છે. તેથી લોકો દિવસ દરમિયાન ખૂબ વધારે પ્રમાણમાં ખોરાક ખાય છે. આહારશાસ્ત્રીઓ પણ સવારના નાસ્તા માટેના શ્રેષ્ઠ સમયની વાત કરતાં જણાવે છે કે, લોકોએ સવારે ઉઠ્યાના 2 કલાકની અંદર નાસ્તો કરી લેવો જોઈએ. જાગ્યા પછી જેટલો વહેલો નાસ્તો કરવામાં આવે તેટલું મેટાબોલિઝમ સારું રહે છે.

જે લોકો સવારે જિમમાં જતા હોય તેમણે વર્કઆઉટના 20-30 મિનિટ પહેલાં ફળ અથવા પચવામાં હળવું ભોજન લેવું શ્રેષ્ઠ રહે છે. જો શરીર કંઈપણ ખાધા-પીધા વિના જિમમાં વધુ સારું પ્રદર્શન કરવા સક્ષમ છે, તો  જિમમાં પરસેવો પાડ્યા પછી પણ નાસ્તો કરી શકો છો.


યોગ્ય સમયે નાસ્તો અને રાત્રિભોજન કરવાથી ચરબી ઓછી થશે

યોગ્ય સમયે નાસ્તો અને રાત્રિભોજન કરવાથી ચરબી ઓછી થશે

રાત્રિભોજનના શ્રેષ્ઠ સમય વિશે વાત કરીએ તો લોકોએ સૂવાના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા રાત્રિભોજન કરવું જોઈએ. આમ કરવાથી તમારા શરીરને પાચન માટે પૂરતો સમય મળે છે. જો તમે જમ્યા પછી તરત જ સૂઈ જાઓ છો, તો તમને અપચોની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, સૂતી વખતે આપણો મેટાબોલિક રેટ ધીમો પડી જાય છે. હાલમાં જ બહાર આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, યોગ્ય સમયે નાસ્તો અને રાત્રિભોજન કરવાથી તમારા શરીરમાં જામેલી ચરબી ઓછી થશે અને બીમારીઓથી બચી શકાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top