દરેકના રસોડામાં જોવા મળતી આ વસ્તુ છે ડાયાબીટીસનો અસરકારક ઉપાય! જાણો કેવી રીતે? શું છે એ વસ્તુ?
રસોડામાં સામાન્ય રીતે લવિંગનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે થાય છે. આ સિવાય શરદી, ઉધરસ અને દાંતના દુખાવામાં પણ લોકો લવિંગનો ઉપયોગ કરતાં હોય છે. લવિંગમાં એવા ઘણા તત્વો રહેલા છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ લાભકારી છે.
આયુર્વેદમાં લવિંગના ઉપયોગને કફહર કહેવામાં આવે છે. જેનો અર્થ કફ દોષને સંતુલિત કરવાની ક્ષમતા રાખનાર એવો થાય છે. આ સાથે લવિંગ વાતના દોષને પણ દૂર કરી શકવા સક્ષમ છે. શરદી ઉધરસમાં લવિંગનો પ્રયોગ વર્ષોથી કરવામાં આવે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ જાણે છે કે, ડાયાબિટીસની સમસ્યામાં પણ લવિંગ ખુબ ફાયદો પહોચાડે છે. લવિંગ એન્ટિસેપ્ટિક ગુણોનો ભંડાર છે.
લવિંગમાં રહેલા તત્વો બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. તેની મદદથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન પણ વધે છે. એક રિસર્ચમાં પણ એ સાબિત થયું છે કે, લવિંગ ઇન્સ્યુલિનના સ્ત્રાવને વધારે છે અને ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં મદદ કરે છે. એટલે કે શરીરમાં કુદરતી રીતે ઈન્સ્યુલિનનું ઉત્પાદન વધે છે અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. સાથે જ લવિંગ ખાવાથી શરીરને અન્ય ફાયદા પણ થાય છે.
ડાયાબિટીસમાં જે લોકોનું બ્લડ સુગર સતત હાઇ રહેતું હોય તેમણે રાત્રે સુતા પહેલા લવિંગ ચાવીને ખાઈ લેવું જોઈએ. લવિંગ ખાધા પછી કંઈ પણ ખાવું નહીં. આ રીતે લવિંગ ખાવાથી બ્લડ સુગર કંટ્રોલમાં આવી જાય છે. શરીરમાં બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે લવિંગ અલગ અલગ રીતે ખાઈ શકાય છે. જેમાં મુખ્ય છે રાત્રે સુતા પહેલા બે કે ત્રણ લવિંગને મોઢામાં રાખી સૂવું. આમ કરવાથી લાભ થશે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલ થશે અને શરદી ઉધરસની સમસ્યાથી પણ રાહત મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. Sidhikhabar તેની પુષ્ટિ કરતું નથી. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp