એક દિવસમાં આપણા શરીર માટે કેટલી ખાંડ જરૂરી...!? જાણો કેટલા પ્રમાણમાં અને કયારે કરવો ઉપયોગ?

એક દિવસમાં આપણા શરીર માટે કેટલી ખાંડ જરૂરી...!? જાણો કેટલા પ્રમાણમાં અને કયારે કરવો ઉપયોગ?

04/20/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

એક દિવસમાં આપણા શરીર માટે કેટલી ખાંડ જરૂરી...!? જાણો કેટલા પ્રમાણમાં અને કયારે કરવો ઉપયોગ?

ખાંડએ આપણા રોજીંદા ખોરાકમાં સામેલ એક મહત્તવપૂર્ણ વસ્તુ છે. ખાસ કરીને રોજીંદા દિવસમાં પીવાતી ચા કે કોફીમાં તેમજ મીઠી વાનગી બનાવવામાં તેનો ઉપયોગ વધુ થાય છે. અને ગુજરાતમાં તો તેનો ઉપયોગ રોજીંદા ખોરાક ગણાતા દાળ-શાકમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે મોટાભાગના  ખોરાકમાં નેચરલ શુગર સમાયેલી હોય છે પરંતુ, તેમ છતાં આપણે તેમાં આર્ટિફિશ્યલ શુગર મિક્સ કરીએ છીએ. જેથી તેની મીઠાસ વધી શકે.

પરંતુ આ ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે, એક દિવસમાં કેટલી શુગર ખાવી જોઈએ અથવા તો તેને ડાયેટમાંથી બિલકુલ જ બાર કરવી યોગ્ય છે કે નહીં? તેણી સાથે એ જાણવું પણ જરૂરી છે કે ખાંડ ખાવાથી આપણા સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.


એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ

એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ

એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ તેના વિશે એક્સપર્ટ્સ જણાવે છે કે, સંતુલિત આહાર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે જેમાં કાર્બ્લ, પ્રોટીન અને ફેટનું હોવું ખુબ જરૂરી છે. અને ખાંડ એક સિમ્પલ કાર્બોહાઈડ્રેટ છે. જેનું ગ્લાઈસિમિક ઈન્ડેક્સ ખૂબ જ હાઈ હોય છે. જો કે આપણે કોમપ્લેક્સ કાર્બોહાઈડ્રેટ વધારે રાખવા માટે એક દિવસમાં 1-2 ચમચી ખાંડ ખાઈ શકીએ છીએ. અને જો આપણે સંતુલિત પ્રમાણમાં કેલેરી લઈ રહ્યા છીએ તો ખાંડને પોતાની ડાયેટથી બહાર કરવાની જરૂર નથી.


આ ઉપરાંત અન્ય એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિની ઉંમર, લિંગ અને તેને કેટલી ઉર્જાની જરૂર છે તેના પર પણ નિર્ભર કરે છે કે તેણે કેટલી ખાંડ ખાવી જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વ્યક્તિને પોતાની જુની એનર્જીના ઈનટેકના 10 ટકા જેટલું જ શુગર ખાવું જોઈએ. જો કે જો આ પ્રમાણને 5 ટકા સુધી કરી દેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


કુદરતી શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

કુદરતી શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

આમ તો કુદરતી શુગર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ફળ, શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ વગેરેમાં હાજર શુગર નેચરલ હોય છે. અને તે એટલા માટે ફાયદાકારક હોય છે કારણ કે, તેમાં ફાઈબર અને અન્ય પોષક તત્વો પણ મળી આવે છે. ત્યાં જ બજારમાં મળતા મધ, સિરપ, ફ્રૂટ જ્યૂસ વગેરેમાં પણ અમુક ફ્રી શુગર હોય છે. જેમાં સુગર અલગથી મિક્સ કરવામાં આવે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top