World : આ દેશના ટાપુ પર તીવ્ર ભૂકંપ; મોટી ઈમારતો હચમચી જતા જાણો કેટલા લોકોના મોત?

World : આ દેશના ટાપુ પર તીવ્ર ભૂકંપ; મોટી ઈમારતો હચમચી જતા જાણો કેટલા લોકોના મોત?

11/21/2022 World

SidhiKhabar

SidhiKhabar

World : આ દેશના ટાપુ પર તીવ્ર ભૂકંપ; મોટી ઈમારતો હચમચી જતા જાણો કેટલા લોકોના મોત?

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં તીવ્ર ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપના કારણે 46 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. એક સ્થાનિક અધિકારીને ટાંકીને એએફપીએ આ જાણકારી આપી છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે શહેરની મોટી ઈમારતો હચમચી ગઈ અને લોકો પોતાના ઘર અને ઓફિસમાંથી બહાર દોડવા લાગ્યા. આ પહેલા શુક્રવારે પણ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. તેની ઊંડાઈ જમીનની અંદર 20 કિમી હતી.


ઈન્ડોનેશિયાના સ્થાનિક મીડિયા અનુસાર,

ઈન્ડોનેશિયાના સ્થાનિક મીડિયા અનુસાર,

ભૂકંપના કારણે ચિયાંજુરમાં અનેક ઈમારતો અને તેની છતોને નુકસાન થયું છે. અહીંના હવામાન વિભાગનું કહેવું છે કે નાગરિકોએ સાવચેત રહેવું જોઈએ કારણ કે આ વિસ્તારમાં ભૂકંપના વધુ આંચકા પણ અનુભવાઈ શકે છે. જેથી લોકો ઈમારતોથી દૂર રહે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ઘણા લોકો કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે અને ઘણાને ફ્રેક્ચર પણ થયું છે.


જણાવી દઈએ કે

જણાવી દઈએ કે

દર વર્ષે દુનિયામાં લગભગ 20 હજાર ભૂકંપ આવે છે. પરંતુ તેમની તીવ્રતા એટલી ઊંચી નથી કે ભારે નુકસાન પહોંચાડે. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ કરે છે. માહિતી અનુસાર, 20 હજારમાંથી માત્ર 100 ભૂકંપ એવા છે જે નુકસાન પહોંચાડે છે. નોંધાયેલા ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં 2004માં આવ્યો હતો. આ ભૂકંપ 10 મિનિટ સુધી અનુભવાયો હતો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top