એવો તો શું ગુનો કર્યો હશે? જે અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતના આ યુવકનું નામ આવ્યુ! અઢ

એવો તો શું ગુનો કર્યો હશે? જે અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતના આ યુવકનું નામ આવ્યુ! અઢી લાખ ડૉલરનું ઈનામ પણ જાહેર

04/13/2024 World

SidhiKhabar

SidhiKhabar

એવો તો શું ગુનો કર્યો હશે? જે અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગુજરાતના આ યુવકનું  નામ આવ્યુ! અઢ

યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ટોપ 10 મોસ્ટ વૉન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું નામ પણ છે. FBIએ તેના પર અઢી લાખ ડૉલરનું ઈનામ રાખ્યું છે. એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.


ભદ્રેસ કુમારે પત્નીને ચપ્પુના ઘા

ભદ્રેસ કુમારે પત્નીને ચપ્પુના ઘા

મીડિયા અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેસ કુમાર પટેલની ઉમર 24 વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેસ કુમારની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે FBI ભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.



FBI એ અગાઉ ઈનામ જાહેર કર્યું હતું

FBI એ અગાઉ ઈનામ જાહેર કર્યું હતું

અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડૉલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં, 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, 21, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top