કેનેડાના આ જાણીતા શહેર દ્વારા આગામી સુર્યગ્રહણને કારણે જાહેર કરાઈ કટોકટીની સ્થિતિ, જાણો શા માટે

કેનેડાના આ જાણીતા શહેર દ્વારા આગામી સુર્યગ્રહણને કારણે જાહેર કરાઈ કટોકટીની સ્થિતિ, જાણો શા માટે?

03/30/2024 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડાના આ જાણીતા શહેર દ્વારા આગામી સુર્યગ્રહણને કારણે જાહેર કરાઈ કટોકટીની સ્થિતિ, જાણો શા માટે

આ વર્ષે આગામી ૮મી એપ્રિલે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ ખગોળીય ઘટનાનું દરેક ભૌગોલિક દ્રષ્ટિએ અલગ અલગ મહત્વ હોય છે. ત્યારે આ પૂર્ણ સૂર્ય ગ્રહણના કારણે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં આવેલા નાયગ્રા શહેરનુ તંત્ર ટેન્શનમાં આવી ગયુ છે. તેથી ત્યાં કટોકટીની સ્થિતિ જાહેર કરાઈ છે.


ગ્રહણ જોવા માટેનું સૌથી ઉતમ સ્થળ

ગ્રહણ જોવા માટેનું સૌથી ઉતમ સ્થળ

અને તે એટલા માટે કેમકે, આ વખતે ભૌગોલિક દ્રષ્ટિએ પૂર્ણ સૂર્ય ગ્રહણ જોવા માટેના સૌથી ઉત્તમ સ્થળોમાં નાયગ્રા ફોલ્સનો સમાવેશ કરાયો છે. અને તેના કારણે નાયગ્રા શહેરમાં ગ્રહણ જોવા માટે લગભગ 10 લાખ જેટલા લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. તેથી જ આટલી મોટી સંખ્યામાં આવનારા લોકોની વ્યવસ્થા સાચવવાની ચિંતાએ સ્થાનિક તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે.


નાયગ્રા શહેરના મેયર જિમ ડિયોડાટીનુ કહેવુ છે કે, 1979 બાદ પહેલી વખત કેનેડામાં પૂર્ણ સૂર્ય ગ્રહણ દેખાવા જઈ રહ્યું છે. અને અમે આ જોવા માટે આવનારા લોકોના સ્વાગતની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. તેમણે એ પણ કહ્યું હતું કે, ગ્રહણના દિવસે નાયગ્રા શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ મુલાકાતીઓ જોવા મળી શકે તેવી શક્યતાઓ છે. તેથી આ માટે તેમણે વધારાના આયોજનોને પણ અમલમાં મુકવાનું શરૂ કરી દીધું છે. તેમનુ કહેવુ છે કે, આઠ એપ્રિલે નાયગ્રા અને તેની આસપાસ ટ્રાફિક જામ, ઈમરજન્સી સર્વિસની ડીમાન્ડમાં ઉછાળો અને મોબાઈલ ફોન નેટવર્કની સમસ્યાની સ્થિતિઓ સર્જાઈ શકે છે. 


લોકોની સંખ્યા સતત વધી રહી

લોકોની સંખ્યા સતત વધી રહી

આઠ એપ્રિલે દેખાનારુ પૂર્ણ સૂર્ય ગ્રહણ નોર્થ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાંથી પસાર થવાનુ છે. આ દિવસે ચંદ્ર થોડા સમય માટે સૂર્યના કિરણોને સંપૂર્ણપણે અવરોધિત કરશે અને નાયગ્રા શહેરમાં ગણતરીની મિનિટો માટે ધોળા દિવસે પણ અંધકારની સ્થિતિ સર્જાશે. કેનેડામાં આગામી પૂર્ણ સૂર્ય ગ્રહણ હવે 2044માં દેખાવાનુ હોવાથી લોકોમાં આઠ એપ્રિલના દિવસને લઈને ભારે ઉત્સુકતા છે. જેના કારણે નાયગ્રા શહેરમાં આવવા માંગતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હોટલોના બૂકિંગમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને હોટલોના ભાડા પણ આસમાને પહોંચી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top