જાપાન બાદ તાઇવાનમાં આવ્યો ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ, ૨૫ વર્ષમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ, ત્સુનામ

જાપાન બાદ તાઇવાનમાં આવ્યો ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ, ૨૫ વર્ષમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ, ત્સુનામીની ચેતવણી જાહેર, જાણો વિગતે

04/03/2024 World

SidhiKhabar

SidhiKhabar

જાપાન બાદ તાઇવાનમાં આવ્યો ૭.૨ની તીવ્રતાનો ભૂકંપ, ૨૫ વર્ષમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ, ત્સુનામ

તાઈવાનના દરિયાકાંઠે આજે બુધવારે સવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેના કારણે રાજધાની તાઈપેઈ હચમચી ગઇ છે. પૂર્વી તાઈવાનમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે, જો કે જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. તાઈવાનમાં આવેલ આ ભૂકંપ છેલ્લા 25 વર્ષમાં આવેલો સૌથી શક્તિશાળી ભૂકંપ બતાવવામાં આવી રહ્યો છે.



સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી

તાઈવાનના સેન્ટ્રલ મીટીરોલોજીકલ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું કે, ભૂકંપનું કેન્દ્ર તાઈવાન ટાપુના પૂર્વ કિનારે પાણીમાં હતું, જે હુઆલીનની પૂર્વીય કાઉન્ટીના કિનારે હતું. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સના ટાપુઓ માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાને ઓકિનાવાના દક્ષિણ પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો માટે સ્થળાંતર માટેની સલાહ આપી છે. જાપાનની હવામાન એજન્સી અનુસાર, 3 મીટર સુધીના સુનામીના મોજા જાપાનના દક્ષિણ-પશ્ચિમ કિનારાના મોટા વિસ્તારો સુધી પહોંચવાની ધારણા છે.



ઘણી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ

તાઈવાનની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ તેની તીવ્રતા 7.2 દર્શાવી હતી, જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ તેને 7.5 દર્શાવી હતી. તાઇવાનના ભૂકંપ મોનિટરિંગ બ્યુરોના વડા વુ ચિએન-ફૂએ જણાવ્યું હતું કે, ભૂકંપની અસર ચીનના દરિયાકાંઠે આવેલા તાઇવાન-નિયંત્રિત ટાપુ કિનમેન સુધી અનુભવાઈ હતી. ભૂકંપના કારણે તાઈવાનના હુઆલિનમાં ઘણી બિલ્ડિંગ ધ્વસ્ત થઈ ગઈ છે અને ઘણુ નુકસાન પહોંચ્યુ છે. સ્પીડ ટ્રેનની સર્વિસને રોકી દેવામાં આવી છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર જવાની અપીલ કરવામાં આવી છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top