બલ્ગેરિયન ભવિષ્યવેતાં બાબા વેંગાની ૨૦૨૪ની આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે તો ચારેતરફ વિનાશ નોતરશે,

બલ્ગેરિયન ભવિષ્યવેતાં બાબા વેંગાની ૨૦૨૪ની આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે તો ચારેતરફ વિનાશ નોતરશે, જાણો કેટલીક તો સાચી પડી ગઈ ..!?

04/05/2024 World

SidhiKhabar

SidhiKhabar

બલ્ગેરિયન ભવિષ્યવેતાં બાબા વેંગાની ૨૦૨૪ની આ ભવિષ્યવાણીઓ સાચી સાબિત થશે તો ચારેતરફ વિનાશ નોતરશે,

બાબા વેંગા બાળપણથી જ અંધ એક બલ્ગેરિયન એટ્રિબ્યુટેડ રહસ્યવાદી અને હીલર હતા જેમણે ભવિષ્યની આગાહી કરવાનો દાવો કર્યો હતો. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ પણ ભવિષ્યવક્તા નાસ્ત્રાડેમસની જેમ જ પ્રખ્યાત છે. તેણીએ વર્ષો પહેલા વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. જેમાંથી કેટલીક આજે સાચી પડતી જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષ માટેની બીજી ભવિષ્યવાણીઓ પણ શું સાચી પડશે કે કેમ?


બાબા વેંગાનું મૃત્યુ 28 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. પરંતુ તેણીએ મરતા પહેલા વર્ષ 2024 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. તેમની ભવિષ્યવાણીઓમાંથી કેટલીક સાચી પણ પડી રહી છે. બાબા વેંગાએ  અગાઉ યુક્રેનમાં ચેરનોબિલ આફત, રાજકુમારી ડાયનાનું મોત, ન્યૂયોર્કમાં 9/11 હુમલો અને એટલે સુધી કે પોતાના મોત વિશે પણ સટીક ભવિષ્યવાણી કરી ચૂક્યા છે. હવે તેમના ફોલોઅર્સે જણાવ્યું છે કે, વર્ષ 2024 માટે તેમણે જે ભવિષ્યવાણીઓ કરી હતી તેમાંથી કેટલીક સાચી પડી રહી છે. પરંતુ હજુ આગળ જે થશે તે  વધુ ડરામણું છે.


આતંકી હુમલો

આતંકી હુમલો

બાબા વેંગાએ 2024માં યુરોપમાં અનેક આતંકી હુમલાની ચેતવણી કરી હતી. અને હાલમાં રશિયાના મોસ્કોમાં થયેલો આતંકી હુમલો એ વાતનો સંકેત આપે છે કે, તેમની ભવિષ્યવાણી બિલકુલ સટીક હતી. માર્ચના અંતમાં આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને બાળકો સહિત 110 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને ઈસ્લામિક સ્ટેટે તેની જવાબદારી લીધી હતી. વેંગાની ભવિષ્યવાણી જોતા જર્મની સહિત આખુ યુરોપ હાલના દિવસોમાં હાઈ એલર્ટ પર દેખાય રહ્યું છે.


સાઈબર હુમલા વધ્યા

સાઈબર હુમલા વધ્યા

બાબા વેંગાએ ૨૦૨૪ માટે કહ્યું હતું કે, આ વર્ષે સાઈબર હુમલાઓમાં તેજી આવશે. અને એવું થવા પણ લાગ્યું છે. ગ્રેગ્સ, મેકડોનાલ્ડ્સ, ટેસ્કો અને સેન્સબરીઝ સહિત અનેક કંપનીઓ પર હેકર્સો ત્રાટક્યા છે. એટલે સુધી કે અનેક દેશોની એજન્સીઓ પણ હેકર્સના નિશાને હતી. બ્રિટિશ સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા દર્દીઓના ડેટા પણ વાયરલ કરવાની ધમકી મળી. પાવર ગ્રિડ, વોટર સિસ્ટમ પર પણ હુમલા થયા છે. બાબા વેંગાએ કહ્યું હતું કે, ટેક્નિકલ અને ચિકિત્સા ક્ષેત્રમાં કમાલનું વર્ષ રહેશે. અને એવું જ થઈ રહ્યું છે. અલ્ઝાઈમર અને કેન્સર જેવી બીમારીઓના ઈલાજના રસ્તાઓ મળી રહ્યા છે. એવી રસી બનાવવામાં આવી  છે કે, જે અલ્ઝાઈમરથી બચાવી શકે છે. કેન્સરની દવાની શોધ પણ ટૂંક સમયમાં થવા પર છે. જેને લીધા બાદ કેન્સરના દર્દીઓ ચાર ગણી વધુ જીંદગી જીવી શકશે. એઆઈના ફિલ્ડમાં પણ આ વર્ષ કમાલનું રહ્યું છે.


આગામી ડરામણી ભવિષ્યવાણીઓ

આગામી ડરામણી ભવિષ્યવાણીઓ

બાબા વેંગાએ આ વર્ષે પૃથ્વીવાસીઓનો એલિયન સાથે અથડામણનો પણ દાવો કર્યો હતો. તેની પુષ્ટિ નથી થઈ પરંતુ અનેક જગ્યાએ યુએફઓ મળ્યા હોવાના દાવા જરૂર થઇ રહ્યા છે. એક યુએફઓ તો ભારતના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઉપર મંડરાતું જોવા મળ્યું હતું. પરંતુ હજુ આ વર્ષને આઠ મહિના બાકી છે.

બાબા વેંગાએ એ ભવિષ્યવાણી પણ કરી છે કે, આ વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયત્ન કરવામાં આવશે. આ કામ તેમના જ દેશનો કોઈ એક વ્યક્તિ કરશે.

બાબા વેંગાના જણાવ્યાં મુજબ વર્ષ 2024માં આખું વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે. જેના હેઠળ અનેક દેશો મોટા આર્થિક પણ મુશ્કેલીમાં મુકાશે.

સૌથી ખતરનાક ભવિષ્યવાણી. બાબા વેંગાના જણાવ્યાં મુજબ વર્ષ 2024માં દુનિયાનો સૌથી મોટો દેશ જૈવિક હથિયારોનો ટેસ્ટ કરી શકે છે. જો આમ થયું તો માનવ જાતિ પર મોટું સંકટ આવી જશે.

બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની પણ ચેતવણી આપી છે. ભયાનક ગરમી લોકો ત્રાહિમામ થશે. તેનાથી ભારે સ્વાસ્થ્ય સમસ્યા થશે. જેની અસર સમગ્ર દુનિયામાં જોવા પણ મળી રહી છે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Sidhikhabar તેની પુષ્ટિ કરતું નથી.)

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top