દુબઈમાં વરસાદનો હાહાકાર..! વિજ્ઞાનના ઉપયોગની ભૂલને કારણે દોઢ વર્ષનો વરસાદ એક જ દિવસમાં, જાણો સમ

દુબઈમાં વરસાદનો હાહાકાર..! વિજ્ઞાનના ઉપયોગની ભૂલને કારણે દોઢ વર્ષનો વરસાદ એક જ દિવસમાં, જાણો સમગ્ર હકીકત

04/18/2024 World

SidhiKhabar

SidhiKhabar

દુબઈમાં વરસાદનો હાહાકાર..! વિજ્ઞાનના ઉપયોગની ભૂલને કારણે દોઢ વર્ષનો વરસાદ એક જ દિવસમાં, જાણો સમ

દુનિયાના પ્રખ્યાત રેગિસ્તાન એવા દુબઈમાં હાલ વરસાદે હાહાકાર મચાવ્યો છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પાર્કિંગ્સમાં ગાડીઓ તરી રહી છે અને રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે. સ્થિતિ એવી બની કે એરપોર્ટ પણ પૂરમાં ડૂબાડૂબ થઈ ગયા છે કે હવાઈ પટ્ટીઓ પણ જોવા નથી મળી રહી. શહેરની ડ્રાઈવરલેસ મેટ્રો સિસ્ટમ પણ અટકી ગઈ છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, આખરે રેતાળ જમીન પર અચાનક આટલો વરસાદ વરસ્યો કેવી રીતે? આ જળપ્રલય આવવાનું કારણ શું? વાત જાણે એમ છે કે આ વિજ્ઞાનના ઉપયોગથી ભૂલ થઈ છે જેનું પરિણામ આખું શહેર ભોગવી રહ્યું છે.


કૃત્રિમ વરસાદ લાવવાની કોશિશમાં વાદળ જ ફાટી ગયું

કૃત્રિમ વરસાદ લાવવાની કોશિશમાં વાદળ જ ફાટી ગયું

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સોમવાર અને મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે વિમાન ઉડાડવામાં આવ્યા હતા. ક્લાઉડ સિડિંગ એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવામાં આવે છે. પરંતુ આ સમગ્ર પ્રયોગ ત્યારે ફેલ થઈ ગયો જ્યારે કૃત્રિમ વરસાદ લાવવાની કોશિશમાં વાદળ જ ફાટી ગયું. તેથી જે વરસાદ દોઢ વર્ષમાં પડતો હતો તેટલો વરસાદ માત્ર ગણતરીના કલાકોમાં થઈ ગયો. તેના કારણે સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું. અને દુબઈમાં એવો જળપ્રલય આવ્યો જે વિશે કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. દુબઈ ઉપરાંત એક અન્ય શહેર ફુજીરાહમાં પણ આ જ સ્થિતિ છે. અહીં 5.7 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.


આ વરસાદના પગલે રાસ અલ-ખૈમામાં એક વ્યક્તિ પોતાની કારથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ પૂરના પાણીમાં તેની ગાડી તણાઈ જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું. દુનિયાના સૌથી મોટા શોપિંગ સેન્ટર્સમાંથી એક મોલ ઓફ અમીરાતની દુકાનોના એવા હાલ થયા છે કે છતો પરથી પાણી ટપકવા લાગ્યું છે. એટલું જ નહીં કેટલીક દુકાનોની તો છતો જ પડી ગઈ છે. દુબઈના હવામાનની જાણકારી રાખનારાનું કહેવું છે કે છેલ્લા 75 વર્ષોના ઇતિહાસમાં ક્યારેય આટલો વરસાદ પડ્યો નથી. આ વરસાદના કારણે શારજાહ સિટી સેન્ટર અને દિએરા સિટી સેન્ટરને પણ ખુબ નુકસાન પહોંચ્યું છે.



દોઢ વર્ષનો વરસાદ ફક્ત 24 કલાકમાં

દોઢ વર્ષનો વરસાદ ફક્ત 24 કલાકમાં

દુબઈના એરપોર્ટ પર વિમાનોની અવરજવર રોકવામાં આવી છે. તમામ ઘરો અને કોલોનીઓમાં પાણી ભરાઈ ગયા છે. હાલ દુબઈ ઓથોરિટીઝે ટેન્કર મોકલ્યા છે અને પંપ દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે. દુબઈમાં માત્ર 24 કલાકની અંદર 142 મિલીમીટર વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે એક વર્ષમાં 94.7 મિલિયન વરસાદ પડે છે. આ રીતે ગણતરીના કલાકોમાં લગભગ દોઢ વર્ષ જેટલો વરસાદ પડ્યો છે.

યુએઈમાં સામાન્ય રીતે વરસાદ ખુબ ઓછો પડે છે. આખું વર્ષ લગભગ સૂકું જ હોય, ગણતરીના મહિનામાં થોડો ગણો વરસાદ પડે. વરસાદ ઓછો પડે જેના પગલે પાણીના નિકાલની વ્યવસ્થા પણ બહુ કરવામાં આવી નથી. એટલું જ નહીં યુએઈ ઉપરાંત સાઉદી અરબ, બહેરીન, કતાર જેવા દેશોમાં પણ ઓછો વરસાદ પડે છે. આરબની ખાડીવાળા મોટાભાગના દેશોની આ સ્થિતિ છે.


અહીની સરકાર દર વર્ષે ક્લાઉડ સિડીંગ કરાવે છે

અહીની સરકાર દર વર્ષે ક્લાઉડ સિડીંગ કરાવે છે

પાણીની કમી રહેવાના કારણે અહીની સરકાર દર વર્ષે ક્લાઉડ સિડીંગ કરાવે છે. એટલે કે કૃત્રિમ વરસાદ વરસાવે છે. પરંતુ આ વખતે તે આફત બની ગયો. એવું કહેવાઈ રહ્યું છે કે તેના કારણે આ મુસીબત આવી પડી છે. દુબઈ પ્રશાસન દ્વારા સોમવાર અને મંગળવારે ક્લાઉડ સિડિંગ માટે વિમાનોએ કુલ સાત વખત ઉડાણ ભરી હતી. યુએઈમાં Rain Enhancement Program ચાલે છે. જેને લઈને વૈજ્ઞાનિક દર વખતે યુએઈના વાયુમંડળની ફિઝિકલ અને કેમિકલ તપાસ કરે છે. જેમાં ખાસ કરીને Aerosol અને પ્રદૂષણકારી તત્વોની તપાસ થાય છે. ત્યારબાદ ક્લાઉડ એટલે કે વાદળ બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.

ત્યારબાદ એ નક્કી થાય છે કે કેટલીવાર ક્લાઉડ સીડિંગ કરાવવું  અને તેના માટે કેટલીવાર ક્લાઉડ સીડિંગનું વિમાન ઉડાણ ભરશે. અંતે વિમાન વાદળોની ઊંચાઈ પર પહોંચીને કેમિકલ છોડે છે. જેથી કરીને વરસાદ પડે. સંયુક્ત આરબ અમીરાત દર વર્ષે ક્લાઉડ સીડિંગ માટે આ પ્રક્રિયાને અપનાવે છે. પરંતુ આ વખતે વૈજ્ઞાનિકો આ પ્રક્રિયામાં સવાલ કેમિકલ ઉપર જતાવી રહ્યા છે, જે ક્લાઉડ સીડિંગમાં વાપરવામાં  આવે છે. આ ટેક્નોલોજીનો મુખ્ય હેતુ પાણીની માંગણી પૂરી કરવાનો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top