કંગાળ પાકિસ્તાનના આ શહેરમાં ઇદના તહેવારે ઉમટી ભિખારીઓની ભીડ..!? શહેરના લોકો થયા ત્રાહિમામ, જાણો

કંગાળ પાકિસ્તાનના આ શહેરમાં ઇદના તહેવારે ઉમટી ભિખારીઓની ભીડ..!? શહેરના લોકો થયા ત્રાહિમામ, જાણો સમગ્ર વાત

04/11/2024 World

SidhiKhabar

SidhiKhabar

કંગાળ પાકિસ્તાનના આ શહેરમાં ઇદના તહેવારે ઉમટી ભિખારીઓની ભીડ..!? શહેરના લોકો થયા ત્રાહિમામ, જાણો

ઇસ્લામિક દેશોમાં અત્યારે ચારે તરફ ઈદની ઉજવણીનો માહોલ છે. પાકિસ્તાનમાં પણ ઈદની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે પાકિસ્તાનના એક શહેરને એક અલગ જ પ્રકારની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે. રમજાન મહિનો અને ઇદના તહેવાર નિમિત્તે દેશની નાણાકીય રાજધાની કરાચીમાં ભીખારીઓનો રાફડો ફાટ્યો છે. શહેરમાં બજારોથી માડી મુખ્ય રસ્તાઓ, ટ્રાફિક સિગ્નલ, શોપિંગ મોલ તેમજ ધાર્મિક સ્થળોની બહાર ચારે તરફ મોટી સંખ્યામાં ભીખારીઓ નજરે પડી રહ્યા છે.


ભીખારીઓ અને ગુનેગારો માટે કરાંચી શહેર એક મોટુ માર્કેટ

ભીખારીઓ અને ગુનેગારો માટે કરાંચી શહેર એક મોટુ માર્કેટ

પાકિસ્તાનના એક અખબારમાંથી મળતી માહિતી પ્રમાણે, લગભગ ત્રણથી ચાર લાખ ભીખારીઓ ઇદના તહેવાર નિમિત્તે લોકો પાસેથી પૈસા મેળવવા માટે કરાચી શહેરમાં ઉતરી પડ્યા છે. તેમનું કહેવું છે કે, આ પ્રોફેશનલ ભિખારીઓ છે જેઓ આખા પાકિસ્તાનમાંથી ત્યાં આવ્યા છે. ભીખારીઓ અને ગુનેગારો કરાચી શહેરને એક મોટા માર્કેટ તરીકે જુએ છે. કરાચીમાં સિંધ બલુચિસ્તાન તેમજ દેશના બીજા હિસ્સામાંથી ભીખારીઓ આવતા હોય છે. ખાસ કરીને રમઝાનના તહેવારે તેમની સંખ્યામાં ખુબ વધારો જોવા મળે છે.

પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતું કરાચી શહેર ગુનાખોરીથી પણ ખુબ પરેશાન છે. આવા સંજોગોમાં ભીખારીના વેશમાં ગુનેગારો પણ શહેરમાં છુપાવવા માટે પ્રયાસ કરી રહ્યા હોય છે. જો કે આ પરિસ્થિતિમાં તેમને શોધવા મોટો પડકાર છે. રમજાનના મહિનામાં કરાચીમાં 6780 અપરાધી ઘટનાઓ બની છે જેમાં 20 વાહનોની લૂંટ અને 130 ચોરીના બનાવોનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે પણ  જાહેરમાં હજારો મારામારીના બનાવો બન્યા હતા. અલગ અલગ પ્રકારના અપરાધોમાં 100 થી વધારે લોકોના મોત થયા હતા. ચાલુ વર્ષે પણ આ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે.


વિદેશમાં પણ પાકિસ્તાનના ભિખારીઓનો ત્રાસ

વિદેશમાં પણ પાકિસ્તાનના ભિખારીઓનો ત્રાસ

સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાકમાં પાકિસ્તાની ભિખારીઓ પકડાઈ રહ્યા છે. તેઓ તીર્થયાત્રી વિઝા પર મક્કા ગયા બાદ ભીખ માંગતા પકડાયા છે. મક્કા અને મદીનામાં ઘણા પાકિસ્તાની પિકપોકેટ્સની ધરપકડ કરવામાં આવી છે, જે પાકિસ્તાની મુસ્લિમો માટે સૌથી પવિત્ર સ્થળો છે. સાઉદી અરેબિયાની જેલોમાં પાકિસ્તાની કેદીઓની ભીડ છે, આ માટે સાઉદીએ ઘણી વખત પાકિસ્તાન સરકારને ફરિયાદ પણ કરી છે. પાકિસ્તાનના લોકો ટુરિસ્ટ વિઝા પર દુબઈમાં લાખો રૂપિયા ખર્ચીને ભીખ માંગતા પકડાયા છે, જ્યારે યુએઈમાં ભીખ માંગવી ગેરકાયદેસર છે. ખુદ પાકિસ્તાન સરકારના રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા અને ઈરાકમાં પકડાયેલા ભિખારીઓમાં 90 ટકા પાકિસ્તાની નાગરિક છે.

કરાચી માત્ર એક ટ્રેલર છે. હકીકતમાં પાકિસ્તાનના ખિસ્સા અને તિજોરી બંને ખાલી છે. પાકિસ્તાનમાં એવી ચર્ચા છે કે, કરાચીમાં 4 લાખ ભિખારીઓ આવવાનો આંકડો માત્ર એક અંદાજ છે, વાસ્તવિક આંકડો આના કરતા અનેકગણો વધુ હોઈ શકે છે. આટલા બધા ભિખારી હોવાનો મતલબ એક જ વાત છે કે. પાકિસ્તાનની આખી અર્થવ્યવસ્થા હૂક પર ચાલી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top