તોફાની ઈનિંગ્સ રમી ઈંગ્લેન્ડની ટીમે રચ્યો ઈતિહાસ; અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી બનાવ્યો વર્લ્

તોફાની ઈનિંગ્સ રમી ઈંગ્લેન્ડની ટીમે રચ્યો ઈતિહાસ; અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

06/18/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

તોફાની ઈનિંગ્સ રમી ઈંગ્લેન્ડની ટીમે રચ્યો ઈતિહાસ; અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી બનાવ્યો વર્લ્

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ (England and the Netherlands) વચ્ચે રમાયેલી પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડ ટીમે (England team) ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ વનડેમાં ઈંગ્લિશ બેટ્સમેનોએ (English batsmen) એવી તોફાની ઈનિંગ્સ રમી કે એક પછી એક રેકોર્ડ તૂટતા ગયા. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 498 રન બનાવીને વન-ડે ઈન્ટરનેશનલની (One-Day International) એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે જે રીતે ઈંગ્લેન્ડના બેટ્સમેન બેટિંગ કરી રહ્યા હતા તે જોતા 500 રનનો સ્કોર બનવાની સંભાવનાઓ વધારે હતી.


ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડની પુરૂષ ક્રિકેટ ટીમે ODI ક્રિકેટ ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવ્યો છે. જીહા, ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ 11 મહિના પછી તેની પ્રથમ ODI મેચ રમવા માટે ઉતરી અને તેની સાથે જ એક નહીં પરંતુ અનેક રેકોર્ડ તોડ્યા. નેધરલેન્ડ સામેની પ્રથમ મેચમાં આ ટીમે ODI ઈતિહાસમાં સર્વોચ્ચ સ્કોર બનાવવાની સાથે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી.


ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 498 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી ત્રણ બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ ક્રિકેટના ODI ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે તેના ત્રણ ખેલાડીઓએ એક જ ઇનિંગમાં સદી ફટકારી હોય. ઈંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટ (122), ડેવિડ મલાન (125) અને જોસ બટલર (162*) સદી ફટકારી હતી.


આ પરાક્રમ આ પહેલા બે વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થયું હતું અને બંને વખત દક્ષિણ આફ્રિકાએ આ રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડે પોતાનો જૂનો રેકોર્ડ તોડીને ODI ઈતિહાસમાં સૌથી વધુ ટીમ સ્કોર બનાવ્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડની ટીમે 2018માં ઓસ્ટ્રેલિયા સામે 481/6 અને 2016માં પાકિસ્તાન સામે 444/3 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે તેણે નેધરલેન્ડ સામે 498/4નો સ્કોર કર્યો હતો. જોકે, એક સમય એવો પણ હતો કે લાગી રહ્યું હતું કે, ટીમ 500ના આંકડાને ટચ કરી લેશે પરંતુ તેમ ન થઇ શક્યું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top