હિમાલય ક્ષેત્રની નદીઓનો સ્ત્રોત માનતા બર્ફીલા સરોવરો બની શકે છે ભારત માટે મોટો ખતરો..!? ઈસરોએ ક

હિમાલય ક્ષેત્રની નદીઓનો સ્ત્રોત માનતા બર્ફીલા સરોવરો બની શકે છે ભારત માટે મોટો ખતરો..!? ઈસરોએ કર્યો મોટો ઘટસ્ફોટ, જાણો

04/23/2024 National

SidhiKhabar

SidhiKhabar

હિમાલય ક્ષેત્રની નદીઓનો સ્ત્રોત માનતા બર્ફીલા સરોવરો બની શકે છે ભારત માટે મોટો ખતરો..!? ઈસરોએ ક

હિમાલયના પહાડી ક્ષેત્રમાં 2431 જેટલા તળાવો આવેલા છે. જેમાંથી 676 તળાવોના કદમાં સતત વધારો થતો જોવા મળ્યો છે. તેમાંથી 130 તળાવો ભારતીય ક્ષેત્રમાં છે. ISROના નવા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે આ હિમનદી સરોવરો પર જોખમ મંડરાઇ રહ્યુ છે. હિમાલયના પર્વતોને વિશ્વનો ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે. અહી મોટી માત્રામાં હિમનદીઓ આવેલી છે. આ પર્વતો પર મોટાભાગે બરફ છવાયેલો રહે છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે આ વિસ્તાર ખૂબ જ પ્રભાવિત થતા અહીનો બરફ પીગળી રહ્યો છે. અને હિમનદીઓ સંકોચાઈ રહી છે.


ભૂસ્ખલનનો ખતરો

ભૂસ્ખલનનો ખતરો

હિમનદીઓનું સંકોચન એટલે બરફનું ઝડપથી પીગળવું. એટલે કે જ્યાં પણ પહાડો પરથી વહેતું પાણી એકઠું થાય છે, ત્યાં હિમનદી તળાવો બને છે. પાણી ઉમેરાવાને કારણે હિમાલયમાં જૂના હિમનદી સરોવરોનું કદ પણ વધે છે. આ હિમનદીઓ અને બરફ ભારતની નદીઓના સ્ત્રોત છે. પરંતુ આ બર્ફીલા તળાવો ખતરનાક સાબિત થઈ શકે છે. આ ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડનું જોખમ ઊભું કરે છે. જેમ કે આ પહેલા કેદારનાથ, ચમોલી અને સિક્કિમમાં જે કુદરતના અકસ્માતો થયા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર અચાનક પૂર અને ભૂસ્ખલનનો ખતરો છે.

જ્યારે કોઇ ભારે વસ્તુ ગ્લેશિયર સરોવરમાં પડે અથવા પાણીનું પ્રમાણ વધી જાય ત્યારે ગ્લેશિયલ સરોવરો તુટે છે. ઈસરો ઉપગ્રહો દ્વારા આના પર નજર રાખે છે કે, કેવી રીતે નવા સરોવરોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમજ જૂના સરોવરોનું કદ વધી રહ્યું છે. જેથી ખતરનાક હિમનદી સરોવર ફાટતા પહેલા લોકોને સલામત સ્થળે મોકલી શકાય. અથવા તેનાથી બચવાનો કોઈ રસ્તો શોધી શકાય છે.


676 તળાવો એવા છે જેનું ક્ષેત્રફળ વિસ્તર્યું છે.

676 તળાવો એવા છે જેનું ક્ષેત્રફળ વિસ્તર્યું છે.

ભારત પાસે હિમાલયમાં રહેલા હિમનદી સરોવરોનો 3-4 દાયકાનો ડેટા છે. જો આપણે 1984 થી 2023 સુધીના ડેટા પર નજર કરીએ તો હિમાલયમાં 2431 તળાવો છે, જે 10 હેક્ટરથી પણ મોટા છે. જ્યારે 1984 થી અત્યાર સુધીમાં 676 તળાવો એવા છે જેનું ક્ષેત્રફળ વિસ્તર્યું છે. તેમાંથી 130 ભારતમાં છે. સિંધુ નદી પર 65 હિમનદી સરોવરો, ગંગા પર સાત અને બ્રહ્મપુત્રા પર 58 હિમનદીઓ રચાયા છે.


તળાવોને ચાર અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે

તળાવોને ચાર અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે

આ 676 સરોવરોમાંથી 601 કદમાં બમણા કરતા વધુ વિસ્તર્યા છે. જ્યારે 10 તળાવો દોઢથી બમણા થયા છે. 65 તળાવો છે જેમાં દોઢ ગણો વધારો થયો છે. જો આ તળાવોની ઉંચાઈ વિશે વાત કરીએ તો 314 તળાવો 4 થી 5 હજાર મીટર (13 થી 16 હજાર ફૂટ)ની ઉંચાઈ પર છે. જ્યારે 296 હિમનદી તળાવો 5 હજાર મીટરથી ઉપર છે. આ તળાવોને ચાર અલગ-અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. મોરૈન ડેમ એટલે પાણીની આસપાસ કાટમાળની દિવાલ. આઇસ ડેમ એટલે પાણીની આસપાસ બરફની દીવાલ, ધોવાણ એટલે માટીના ધોવાણ અને અન્ય હિમનદી સરોવરોથી બનેલા ખાડામાં એકઠું થયેલું ગ્લેશિયરનું પાણી.


આ 676 સરોવરોમાંથી 307 મોરેન ડેમ, 265 ધોવાણ અને 8 બરફ ડેમવાળા હિમનદી તળાવો છે. સિંધુ નદી પર બનેલા ઘેપાંગ ઘાટ ગ્લેશિયલ લેકની ઊંચાઈ 4068 મીટર છે. તે હિમાચલ પ્રદેશમાં છે. તેના કદમાં 178 ટકાનો વધારો થયો છે. એટલે કે અગાઉ તે 36.40 હેક્ટરમાં હતું જે હવે વધીને 101.30 હેક્ટર થયું છે. તેમાં દર વર્ષે 1.96 હેક્ટરનો વધારો થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top