કેન્દ્રીય પરિવહન મંત્રીનું ટોલ ટેક્સને લઈને મહત્વનું નિવેદન, કહ્યું -ફાસ્ટેગ કરતાં પણ વધુ ઝડપી

કેન્દ્રીય પરિવહન મંત્રીનું ટોલ ટેક્સને લઈને મહત્વનું નિવેદન, કહ્યું -ફાસ્ટેગ કરતાં પણ વધુ ઝડપી નવી ટોલ કલેક્શન...., જાણો વિગતે

03/28/2024 National

SidhiKhabar

SidhiKhabar

કેન્દ્રીય પરિવહન મંત્રીનું ટોલ ટેક્સને લઈને મહત્વનું નિવેદન, કહ્યું -ફાસ્ટેગ કરતાં પણ વધુ ઝડપી

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટૂંક સમયમાં ટોલ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. તેની જગ્યાએ નવી સિસ્ટમ કામ કરશે.


FASTag કરતા પણ ઝડપી

FASTag કરતા પણ ઝડપી

અગાઉ, FASTag શરૂ કરવામાં આવ્યું હતું, જે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ છે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી છે, જેની મદદથી વાહનચાલક ટોલ પ્લાઝા પર ઓટોમેટિક ટોલ પેમેન્ટ કરે છે. તે કાર અથવા અન્ય વાહનની વિન્ડ સ્ક્રીન પર ઇન્સ્ટોલ કરેલું છે. તેનાથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડીને સરેરાશ 47 સેકન્ડ થયો હતો.

નાગપુરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “હવે અમે ટોલ નાબૂદ કરી રહ્યા છીએ અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. પૈસા સીધા તમારા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. પહેલા મુંબઈથી પૂણે જવા માટે 9 કલાક લાગતા હતા, હવે તે ઘટીને 2 કલાક થઈ ગયા છે."



લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના

કેન્દ્રીય મંત્રીએ અગાઉ 18 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે, મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં તમામ ભારતીય શહેરોમાં અને દિલ્હી-શિમલા, દિલ્હી-ચંદીગઢ તેમજ મુંબઈ-પુણે જેવા કેટલાક લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના ધરાવે છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે, બેટરીના ભાવમાં ઘટાડો થવાથી મુસાફરો માટે બસના ભાડામાં પણ 30% ઘટાડો થશે અને તેનાથી પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top