India TV-CNXના સર્વેમાં સામે આવ્યો બિહારની 40 લોકસભા સીટોનો પોલ, જાણો કોણ આગળ

India TV-CNXના સર્વેમાં સામે આવ્યો બિહારની 40 લોકસભા સીટોનો પોલ, જાણો કોણ આગળ

02/29/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

India TV-CNXના સર્વેમાં સામે આવ્યો બિહારની 40 લોકસભા સીટોનો પોલ, જાણો કોણ આગળ

લોકસભાની ચૂંટણી 2024નું બ્યૂગલ ગમે ત્યારે ફૂંકાઈ શકે છે. ચૂંટણી પંચ તરફથી જલદી જ તારીખોની જાહેરાત કરી શકાય છે. બિહાર લોકસભાની સીટોના હિસાબે, દેશમાં ખૂબ મહત્ત્વનો રોલ નિભાવે છે. અહી કુલ 40 લોકસભા સીટો છે, જે કોઈ પણ પાર્ટીને સત્તા અપાવવામાં ખૂબ મદદ કરે છે. રાજ્યમાં મુખ્ય રેસ ભાજપના નેતૃત્વવાળા NDA અને કોંગ્રેસ RJDના ઈન્ડિયા અલાયન્સ વચ્ચે થવાની છે. એ વાતને ધ્યાનમાં રાખતા India TV-CNX તરફથી બિહારની બધી 40 સીટો પર જનતા પાસે તેમની પસંદ બાબતે મંતવ્યો લેવામાં આવ્યા. આવો જાણીએ બિહારમાં 40 સીટો પર કઇ પાર્ટીને લીડ મળી રહી છે.


NDAને 35 સીટોનું અનુમાન:

NDAને 35 સીટોનું અનુમાન:

બિહારની બધી સીટો પર જનતાના મંતવ્યો સામે આવ્યા છે. India TV-CNX તરફથી કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનને ફરીથી લીડ મળતી દેખાઈ રહી છે. NDAને રાજ્યમાં 35 સીટો અને ઈન્ડિયા ગઠબંધનને રાજ્યની 5 સીટો પર જીત મળવાનું અનુમાન છે. ગત ચૂંટણીમાં NDA ગઠબંધનને 39 સીટો પર જીત મળી હતી. આ વખત તેને નુકસાન થતું દેખાઈ રહ્યું છે.


કયા ક્ષેત્રમાં કોણ જીતી રહ્યું છે:

INDIA TV-CNX તરફથી કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં બિહારની 40 સીટોને 4 ક્ષેત્રોમાં વહેચવામાં આવી છે. એ ક્રમશઃ ઉત્તર બિહાર, મિથિલાંચલ, સીમાંચલ અને મગધ-ભોજપુર છે. NDAને ઉત્તર બિહારની 12-11 સીટો, મિથિલાંચલમાં 9-8 સીટો NDAને મળી રહી છે. NDAને સીમાંચલની 7-5 સીટ અને મગધ-ભોજપુરની 12-11 સીટો પર જીત મળવાનું અનુમાન છે.


શું હશે વોટ શેર?

શું હશે વોટ શેર?

બિહારમાં કરવામાં આવેલા INDIA TV-CNX ઓપિનિયન પોલ મુજબ, ભાજપના નેતૃત્વવાળા NDA ગઠબંધનને રાજ્યમાં 52 ટકા વોટ શેર મળી શકે છે. તો ઈન્ડિયા ગઠબંધનને 34 ટકા અને અન્યને 14 ટકા વોટ મળી શકે છે. પાર્ટી વાર સીટોની વાત કરીએ તો ભાજપને 17, સહયોગી JDUને 12, HAMને 1, RLMને 1, RLJPને 1, LJP-Rને 3, RJDને 4 અને કોંગ્રેસને 1 સીટ પર જીત મળવાનું અનુમાન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top