ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું મેડલ નિશ્ચિત : ભાવિના પટેલે ટેબલ ટેનિસની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું મેડલ નિશ્ચિત : ભાવિના પટેલે ટેબલ ટેનિસની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

08/28/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતનું મેડલ નિશ્ચિત : ભાવિના પટેલે ટેબલ ટેનિસની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો

સ્પોર્ટ્સ ડેસ્ક: ટોક્યોમાં હાલ ચાલતા પેરાલિમ્પિકમાં ગુજરાતના મહેસાણાની ભાવિના પટેલે ટેબલ ટેનિસની વુમન સિંગલ્સમાં ક્લાસ-4 કેટેગરીની સેમી-ફાઈનલમાં જીત મેળવતાની સાથે જ મેડલની આશા જીવંત બની છે. તેણે ચીનની ખેલાડીને સેમીફાઈનલમાં હરાવી હતી.

ભારતની ભાવિના પટેલે આ પહેલા સતત ત્રણ મેચ જીતી સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમીફાઈનલમાં તેણે ચીનની ખેલાડી ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11 અને 11-8 થી હરાવીને ફાઈનલમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે. ભાવિનાએ રિયો પેરાલિમ્પિક 2016ની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયન પ્લેયર બોરિસ્લાવા રેન્કોવિકને વુમન સિંગલ ક્લાસ 4 ઇવેન્ટમાં 11-5, 11-6, 11-7થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 

હવે ભાવિના આવતીકાલે ભારતીય સમય પ્રમાણે સવારે 7:30 કલાકે ચીનની ઝોઉં ચિંગ સાથે ફાઈનલ રમવા માટે ઉતરશે. જો ફાઈનલમાં વિજય મેળવે તો ભાવિના ગોલ્ડ મેડલ જીતશે. જ્યારે સેમીફાઈનલમાં હારેલા બંને ખેલાડીઓને બ્રોન્ઝ મેડલની સન્માનિત કરવામાં આવશે.

ગ્રુપ A ની મેચમાં ભાવિનાને ચીનના ઝોઉ યિંગના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તેણે શ્રેષ્ઠ રીતે પુનરાગમન કર્યું અને મેડલ સુનિશ્ચિત કરવા માટે બે નોકઆઉટ મેચ જીતી.

ભાવિનાએ અગાઉ 23 મિનિટ સુધી ચાલેલી રાઉન્ડ-ઓફ-16 મેચમાં બ્રાઝિલના જિયોસી ડી ઓલિવિરીયાને 12-10, 13-11, 11-6થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

રાઉન્ડ-16 માં 23 મિનિટ સુધી ચાલેલી મેચમાં ભાવિનાએ ઝિયોસીને 12-10, 13-11, 11-6થી હરાવી હતી. ભાવિનાએ સર્વિસમાં 19 પોઇન્ટ જીત્યા હતા, જ્યારે 13 પોઇન્ટ ગુમાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top