Loksabha Election: આ રાજ્યના એક મતદાન મથક પર કોઈ ન આવ્યું મત આપવા, કારણ જાણી ચોંકી જશો!!?

Loksabha Election: આ રાજ્યના એક મતદાન મથક પર કોઈ ન આવ્યું મત આપવા, કારણ જાણી ચોંકી જશો!!?

04/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

Loksabha Election: આ રાજ્યના એક મતદાન મથક પર કોઈ ન આવ્યું મત આપવા, કારણ જાણી ચોંકી જશો!!?

Loksabha Election: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 102 બેઠકો પર મતદાન પૂરું થઈ ચૂક્યું છે. જેમાં મધ્ય પ્રદેશની છ લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. આ દરમિયાન સીધી લોકસભા મતવિસ્તારના બોચરો ગામમાં એક પણ ગ્રામીણ મતદાન કરવા આવ્યું ન હતું. કારણ કે, આ ગામમાં વાઘની દહેશત છે. છેલ્લા કેટલાક દિવસથી ગામમાં વાઘ ઘૂસી રહ્યા છે અને ગ્રામજનો પર હુમલો કરી રહ્યો છે. અને તેમની આ ફરિયાદ કોઈ નથી સાંભળી રહ્યું.


ગ્રામજનોએ મત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો

ગ્રામજનોએ મત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો

મધ્ય પ્રદેશની સીધી લોકસભા વિસ્તારમાં સંજય દુબરી ટાઈગર રિઝર્વ આવેલું છે. જેથી વાઘ જંગલમાંથી બહાર નીકળીને ગામમાં આવે છે. બોચરો ગામમાં વાઘના હુમલાને કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, વન વિભાગના અધિકારીઓને અનેક વખત ફરિયાદ કરવા છતાં તેમણે આ  સમસ્યાનું કોઈ નિરાકરણ લાવ્યું નથી. મતદાન મથકના વહીવટી કર્મચારીઓ લોકોને સમજાવીને મતદાન શરૂ કરાવવાનો પ્રયાસ કાર્યો હતો. પરંતુ ગામની આ સમસ્યાનો હલ ન થઇ રહ્યો હોવાથી ગ્રામજનોએ મત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.


ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો

બીજી તરફ મધ્ય પ્રદેશની બાલાઘાટ લોકસભા બેઠકના ચગેરા ગામના ગ્રામજનોએ ગામમાં ટ્રાન્સફોર્મર ન લગાવતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. સવારે બૂથ નંબર 162માં ત્રણ લોકોએ જ મતદાન કર્યું હતું, ત્યારબાદ જૂથમાં આવેલા લોકોએ મતદાન કર્મચારીઓને જણાવ્યું હતું કે,'ગામમાં ટ્રાન્સફોર્મર લગાવવાની માંગણી પૂરી થઈ નથી. ઘરોમાં વીજળી નથી. અમે છેલ્લી ઘણી ચૂંટણીઓથી મતદાન કરી રહ્યા છીએ પરંતુ વીજળીના અભાવે અમારું જીવન મુશ્કેલ બની ગયું છે. આ સમયગાળા દરમિયાન, વહીવટી અધિકારીઓએ ગ્રામજનોને તેમની તમામ સમસ્યાઓ હલ કરવાની ખાતરી આપી હતી. પરંતુ ગ્રામજનો પર તેની કોઈ અસર થઈ ન હતી.' ઉમરિયાના માનપુર સ્થિત બામેરામાં પણ રોડ ન બનાવવાના કારણે ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આ ગામ બાંધવગઢ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં પણ આવેલું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top