આ લોકસભા બેઠકની મતદાર યાદીમાંથી ૫ લાખથી વધુ નામો રદ, આ પાર્ટીમાં ચિંતાનો માહોલ, જાણો હકીકત

આ લોકસભા બેઠકની મતદાર યાદીમાંથી ૫ લાખથી વધુ નામો રદ, આ પાર્ટીમાં ચિંતાનો માહોલ, જાણો હકીકત

04/18/2024 National

SidhiKhabar

SidhiKhabar

આ લોકસભા બેઠકની મતદાર યાદીમાંથી ૫ લાખથી વધુ નામો રદ, આ પાર્ટીમાં ચિંતાનો માહોલ, જાણો હકીકત

Loksabha Election 2024: લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે ત્યારે બુધવાર સાંજથી જ પ્રચારના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. આ વચ્ચે હૈદરાબાદમાં જિલ્લા ચૂંટણી પંચ દ્વારા 5.41 લાખથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. જેની એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જાણ કરવામાં આવી હતી, તેમાં આ અંગેનું કારણ પણ જણાવવામાં આવ્યું હતું. 


મતદારોના નામ યાદીમાંથી આ કારણે દૂર કરાયા

મતદારોના નામ યાદીમાંથી આ કારણે દૂર કરાયા

હૈદરાબાદ જિલ્લામાં ચુંટણી પંચે મતદાર યાદીમાંથી 5.41 લાખ કરતા પણ વધારે મતદારોના નામ કાઢી નાખ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર યાદીમાંથી મતદારોના નામ હટાવવાના કારણોમાં તેમનું મૃત્યુ, રહેઠાણમાં ફેરફાર અને નામની બે વાર નોંધણી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ બુધવારે એક પ્રસે રિલીઝમાં જણાવ્યું હતું કે, હૈદરાબાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર મતદાર યાદીની સચોટતા સુનિશ્ચિત કરવા સખત મહેનત કરી રહ્યું છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

જાન્યુઆરી 2023થી હૈદરાબાદ જિલ્લાની 15 વિધાનસભા મતવિસ્તારોમાં કુલ 47,141 મૃત મતદારો, 4,39,801 સ્થાળાંતરિત મતદારો અને 54,259 ડુપ્લિકેટ મતદારોના નામો યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. હૈદરાબાદ જિલ્લામાં કુલ 1,81,405 મતદારોની ઓળખ કરવામાં આવી છે જેમના ઘરના નંબરો સુધારી દેવામાં આવ્યા છે. એક પરિવારમાં વિભાજિત મતદારોને એક મતદાન મથક પર લાવવા માટે જિલ્લામાં કુલ 3,78,713 સુધારા કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં 17 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. રાજ્યમાં લોકસભાની 17 બેઠકો છે.


છ લાખથી વધુ નકલી મતદારો હોવાનો દાવો

છ લાખથી વધુ નકલી મતદારો હોવાનો દાવો

હૈદરાબાદ લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર માધવી લતાએ અગાઉ દાવો કર્યો હતો કે, મતવિસ્તારમાં છ લાખથી વધુ નકલી મતદારો છે. માધવીએ આરોપ લગાવ્યો હતો કે, ઓવૈસી નકલી મતો દ્વારા ચૂંટણી જીતે છે. અહીં મુખ્ય સ્પર્ધા અસદુદ્દીન ઓવૈસી  અને ભાજપના માધવી લતા વચ્ચે માનવામાં આવી રહી છે. વર્ષ 2019માં ઓવૈસીએ ભાજપના ઉમેદવારને 2 લાખ 82 હજાર 186 મતોથી હરાવ્યા હતા. અહીં ભાજપ બીજા સ્થાને રહી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top