અંબાણી પરિવારે દીકરાના શુભ પ્રસંગ નિમિત્તે દેશ-દુનિયાની આ હસ્તીઓને આપ્યું આમંત્રણ, તેમના માટેની

અંબાણી પરિવારે દીકરાના શુભ પ્રસંગ નિમિત્તે દેશ-દુનિયાની આ હસ્તીઓને આપ્યું આમંત્રણ, તેમના માટેની ભોજન વ્યવસ્થા જોઈ તમે રહી જશો દંગ! જાણો વિગતે

02/28/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અંબાણી પરિવારે દીકરાના શુભ પ્રસંગ નિમિત્તે દેશ-દુનિયાની આ હસ્તીઓને આપ્યું આમંત્રણ, તેમના માટેની

રિલાયન્સના મુકેશ અંબાણીના ઘરે મોટો અવસર આવ્યો છે. મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણીનો લગ્ન સમારોહ આવી રહ્યો છે. એ પહેલા અનંત અંબાણીના પ્રી-વેડિંગ સમારોહમાં દુનિયાભરથી મોંઘેરા મહેમાનોને ગુજરાત આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આખા જામનગરમાં આ સમારોહને કારણે હાલ જમાવટ થઈ રહી છે. માર્ક ઝકરબર્ગ-બિલ ગેટ્સ સહિતના મોંઘેરા મહેમાનો ગુજરાત આવી શકે છે.


પ્રી-વેડિંગમાં દેશ-દુનિયાની હસ્તીઓ આવશે

પ્રી-વેડિંગમાં દેશ-દુનિયાની હસ્તીઓ આવશે

મેટાના સીઇઓ માર્ક ઝકરબર્ગ, ટેડ પીકના સીઇઓ મોર્ગન સ્ટેનલી, માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ, ડિઝનીના સીઇઓ બોબ ઈગ્નર, બ્લેક રોકના સીઇઓ લેરી ફિન્ક, એડોબના સીઇઓ શાંતનુ નારાયણ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ, એડનોક સીઇઓ સુલતાન અહમદ અલ જાબેર, રોથ્સચિલ્ડ એલએલસી કંપનીના સીઇઓ લેડી ડે રોથ્સચિલ્ડ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ પાઠવવામાં આવ્યાં છે. આ મહાનુભાવો અંબાણી પરિવારના પ્રસંગમાં ઉપસ્થિત રહી શકે છે. આ પ્રી-વેડિંગમાં અતિથિઓ ભારતીય સંસ્કૃતિનો આનંદ લેશે અને ભારતીય ભોજનનો સ્વાદ પણ માણશે, સાથે-સાથે કચ્છ અને લાલપુરની મહિલાઓએ બનાવેલા સ્કાર્ફ પણ અતિથિઓને અપાશે.


અંબાણી પરિવાર દ્વારા કોને કોને અપાયું આમંત્રણ?

પ્રાપ્ત માહિતી અનુસાર ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ, દુનિયાના ધનકુબેર ગણાતા બિલ ગેટ્સ, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દિકરી ઈવાન્કા ટ્રંપ સહિતની હસ્તીઓને અંબાણી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. અંબાણી પરિવાર દ્વારા આ પ્રસંગે લૂપા સિસ્ટમ્સના સીઇઓ જેમ્સ મુર્ડોક, બ્રિજ વોટર એસોસિયેટના ફાઉન્ડર રે-ડેલિઓ, મેક્સિકોના અમીર કાર્લોસ સ્લિમ, ઝાંગ લેઈ- હિલહાઉસ કેપિટલના ફાઉન્ડર, મુરે ઓકિનક્લોઝ- બ્રિટિશ પેટ્રોલિયમના સીએફઓ, જોન એલ્કનના- એક્સોરના સીઇઓ, જોન ચેમ્બર્સ- સિસ્કોના પૂર્વ ચેરમેન, બ્રૂસ ફ્લેટ- બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટના સીઇઓ, અજિત જૈન- બર્કશાયર હેથવેમાં ઈન્શ્યોરન્સ ઓપરેશન્સના વાઇસ-ચેરમેનનો સહિતની હસ્તીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યાં છે. 


2500 જાતના પકવાન પીરસવામાં આવશે

2500 જાતના પકવાન પીરસવામાં આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર, મહેમાનોની ખાણીપીણી માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમના દ્વારા ડાયટમાં અવોઈડ કરનારી ચીજો પીરસવામાં નહિ આવે. તેથી પ્રી-વેડિંગ સમારોહમાં તમામ મહેમાનોને તેમની પસંદગીનું ફૂડ પીરસવામા આવશે તેવી માહિતી મળી છે. આ ભોજનમાં દરેક મહેમાનોના ડાયટનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 


25 શેફની ટીમ જામનગર પહોંચશે

25 શેફની ટીમ જામનગર પહોંચશે

રિપોર્ટ અનુસાર, પ્રી-વેડિંગના પ્રસંગ માટે ખાસ ઈન્દોરી ભોજન પીરસવામાં આવશે. જેના માટે 25 શેફની ટીમ બનાવવામાં આવી છે. આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડ પણ પીરસવામા આવશે. આ સાથે પેન એશિયા પ્લેટ પર ખાસ ફોકસ કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારના પકવાન પિરસવામાં આવશે. તેમાં બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર, તથા મિડનાઈટ ડીનર પણ સામેલ હશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top