એક તંબાકુ બનાવતી કંપનીના માલિક પાસે અધધ કરોડોની કારોનો કાફલો, આઈટી વિભાગના દરોડામાં સામે .....,

એક તંબાકુ બનાવતી કંપનીના માલિક પાસે અધધ કરોડોની કારોનો કાફલો, આઈટી વિભાગના દરોડામાં સામે ....., જાણો વિગતે

03/01/2024 National

SidhiKhabar

SidhiKhabar

એક તંબાકુ બનાવતી કંપનીના માલિક પાસે અધધ કરોડોની કારોનો કાફલો, આઈટી વિભાગના દરોડામાં સામે .....,

આવકવેરા વિભાગે (IT) ઉત્તરપ્રદેશના કાનપુરની એક તમાકુ કંપનીમાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ તેના દિલ્હી, મુંબઈ, ગુજરાત સહિતના 20 ઠેકાણાઓ પર પણ દરોડા પાડ્યા હતા. સૂત્રોના અનુસાર, કંપનીએ પોતાનું ટર્નઓવર 20 થી 25 કરોડ બતાવ્યું છે, પરંતુ હકિકતમાં આ ટર્નઓવર લગભગ 100-150 કરોડ આસપાસ છે. આ દરોડામાં મળેલા સામાનની તસવીરો જોઈને તમે ચોંકી જશો. તમે આ જોઈને એ વિચાર કરશો કે, તમાકુ બનાવતી કંપની કેટલું કમાઈ શકે છે, અને આટલું બધુ કોઈ દરોડામાં કેવી રીતે મળી શકે છે. જો કે, આવકવેરા વિભાગે કાનપુરમાં બંશીધર તંબાકૂ કંપનીના કેટલાક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. કાનપુર સહિત 5 રાજ્યોમાં 15 થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહીને અંજામ અપાયો હતો. નયાગંજ સ્થિત બંશીધર એક્સપોર્ટ અને બંશીધર તમાકુને ત્યાં આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ ચાલી રહી છે.


દરોડામાં મળી 60 કરોડની લગ્ઝરી ગાડીઓ

દરોડામાં મળી 60 કરોડની લગ્ઝરી ગાડીઓ

તમને જણાવી દઈએ કે, આ દરોડામાં આવકવેરા વિભાગને 60 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લગ્ઝરી કારો મળી આવી છે. આ કારો દિલ્હીના નિવાસ સ્થાને રાખવામાં આવી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ હતી, જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. બંશીધર તમાકુના માલિક કે.કે. મિશ્રાના દીકરાના ઘરે દરોડામાં મેક્લરેન, લેમ્બોર્ગિની, ફરારી જેવી ગાડીઓ પણ મળી છે, જેની કિંમત કરોડોમાં છે. સાથે જ આવકવેરા વિભાગને આ દરોડામાં કુલ 4.5 કરોડ રૂપિયા કેશ પણ મળ્યા છે. સાથે જ કેટલાક દસ્તાવેજ પણ આવકવેરા વિભાગે જપ્ત કરી લીધા છે.


કંપની પર છેતરપિંડીનો છે આરોપ

કંપની પર છેતરપિંડીનો છે આરોપ

આવકવેરા વિભાગના સૂત્રોના અનુસાર, કંપની દ્વારા લૉગમાં દાખલ કંપનીને બનાવટી ચેક અપાઈ રહ્યા હતા. સાથે જ કંપની અન્ય કેટલીક મોટી પાન-મસાલા કંપનીઓને પણ સામગ્રી પહોંચાડતી હતી. કંપનીએ પોતાનું ટર્નઓવર 20-25 કરોડ રૂપિયા બતાવ્યું છે. પરંતુ હકિકતમાં આ ટર્નઓવર 100-150 કરોડ થઇ રહ્યું છે. જણાવી દઈએ કે, આ દરમિયાન જ્યારે બંશીધર તમાકુ કંપનીના માલિકના દીકરા શિવમ મિશ્રાના ઘરે સર્ચ ઓપરેશન કરાયું, ત્યારે આ કારોનો કાફલો સામે આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top