ત્રીસ વર્ષ પહેલા આ દેશમાં શા માટે ખેલાયો હતો આટલો મોટો હત્યાકાંડ? જ્યાં ત્રણ મહિનાના નરસંહારમાં

ત્રીસ વર્ષ પહેલા આ દેશમાં શા માટે ખેલાયો હતો આટલો મોટો હત્યાકાંડ? જ્યાં ત્રણ મહિનાના નરસંહારમાં 8 લાખ લોકોની હત્યાઓ થઇ, જાણો વિગત

04/08/2024 National

SidhiKhabar

SidhiKhabar

ત્રીસ વર્ષ પહેલા આ દેશમાં શા માટે ખેલાયો હતો આટલો મોટો હત્યાકાંડ? જ્યાં ત્રણ મહિનાના નરસંહારમાં

આજથી 30 વર્ષ પહેલા એટલે કે 1994માં આફ્રિકાના રવાંડામાં તુત્સી સમુદાયના આઠ લાખથી વધુ લોકોની 100 દિવસમાં બર્બરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી. ત્યારથી યુનાઇટેડ નેશનએ આ હત્યાકાંડની યાદમાં 7 એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શન જાહેર કર્યો હતો. જેના ભાગરૂપે ભારત સરકારે પણ કુતુબ મિનારને રવાંડાના રાષ્ટ્રધ્વજથી રોશન કરીને રવાંડાનાએ હત્યાકાંડની યાદમાં પોતાની શ્રદ્ધાંજલિ દર્શાવી હતી. હુતુ અને તુત્સી નામની બે જાતિઓ વચ્ચેના તણાવને કારણે આ હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. આ દિવસની યાદમાં આ પૂર્વ આફ્રિકન દેશો આ 30મો રિમેમ્બરન્સ ડે ઉજવી રહ્યા છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક એક્સ-પોસ્ટમાં જણાવ્યું હતું કે, "રવાંડાના લોકો સાથેની  એકતામાં, ભારતે આજે (7 એપ્રિલના રોજ) કુતુબ મિનારને પ્રકાશિત કર્યો હતો, જે રવાંડામાં તુત્સી વિરુદ્ધ 1994ના નરસંહારના યુનાઇટેડ નેશનના ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શનને ચિહ્નિત કરે છે." રવાંડાની રાજધાની કિગાલીમાં નરસંહારના 30માં સ્મરણોત્સવમાં ભારત તરફથી વિદેશ મંત્રાલયના આર્થિક બાબતોના સચિવ દમ્મુ રવિએ ભાગ લીધો હતો.



હુતુ અને તુત્સી નામની બે જાતિઓ વચ્ચેના તણાવને કારણે આ હત્યાકાંડ થયો

હુતુ અને તુત્સી નામની બે જાતિઓ વચ્ચેના તણાવને કારણે આ હત્યાકાંડ થયો

એપ્રિલ 1994 પહેલા પણ હુતુ અને તુત્સી વચ્ચે તણાવ ઉભો થયો હતો. 1991ની વસ્તી ગણતરી મુજબ તુત્સી જેઓ વસ્તીના 8.4 ટકા હતા તેઓ સફેદ યુરોપિયનોની નજીક હોવાનું માનવામાં આવતું હતું. હુતુની વસ્તી 85 ટકા હતી પરંતુ વસ્તીમાં વધુ હોવા છતાં તેઓને શિક્ષણ અને આર્થિક તકો મળી ન હતી. તુત્સીએ લાંબા સમયથી દેશમાં પ્રભુત્વ જમાવ્યું હતું. જે પછી 1959માં સમગ્ર આફ્રિકામાં સ્વતંત્રતા ચળવળો શરૂ થતાં હુતુએ તુત્સી સામે હિંસક બળવો કર્યો. લગભગ 100,000 લોકોએ મોટે ભાગે તુત્સી યુગાન્ડા સહિતના પડોશી દેશોમાં હત્યાઓ અને હુમલાઓ બાદ તેમના જીવન બચાવવા માટે આશ્રય માંગ્યો હતો. આ પછી તુત્સી જૂથે બળવાખોર સંગઠન રવાંડા પેટ્રિએક ફ્રન્ટ (RPF)ની રચના કરી. આ સંગઠન 1990ના દાયકામાં રવાંડામાં આવ્યું અને સંઘર્ષ શરૂ થયો. આ યુદ્ધ 1993 માં શાંતિ કરાર સાથે સમાપ્ત થયું.


ત્રણ મહિનાના નરસંહારમાં 8 લાખ લોકો માર્યા ગયા

ત્રણ મહિનાના નરસંહારમાં 8 લાખ લોકો માર્યા ગયા

6 એપ્રિલ 1994ની રાત્રે રવાંડામાં રાષ્ટ્રપતિ જુવેનલ હબ્યારીમાનાની હત્યા કરવામાં આવી હતી. તેમના વિમાનને સશસ્ત્ર હુતુ અને ઇંટરહામવે નામના લશ્કરી જૂથ દ્વારા હવામાં ઠાર કરવામાં આવ્યું હતું. આ પછી રાજધાનીમાં 7 એપ્રિલથી હત્યાઓનો સિલસિલો શરૂ થયો અને 100 દિવસ સુધી તુત્સી સમુદાયના લોકોની નિર્મમતા પૂર્વક હત્યા કરવામાં આવી, જેમાં હુતુ સમુદાયના લોકો પણ સામેલ હતા. જુલાઈ 1994માં રવાન્ડન પેટ્રિયોટિક ફ્રન્ટ (RPF)ના બળવાખોર લશ્કર દ્વારા રાજધાની કિગાલી પર કબજો કર્યા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.


એવું કહેવાય છે કે ટીવી અને રેડિયો પર તુત્સી સમુદાય વિરુદ્ધ નકલી અને ભડકાઉ સમાચાર પ્રસારિત કરાવી તુત્સી વિરુદ્ધ ચારેબાજુ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તેમજ આ સમય દરમિયાન તુત્સી સમુદાયના લોકોને ખુલ્લેઆમ ગોળી મારી દેવામાં આવી હતી અને શેરીઓમાં ખુલ્લેઆમ માર મારવામાં આવ્યો હતો. યુએનના આંકડા અનુસાર, ઓછામાં ઓછી 2,50,000 મહિલાઓ પર બળાત્કાર થયો હતો. 100 દિવસ પછી 4 જુલાઈના રોજ જ્યારે આરપીએફએ કિગાલી પર કબજો કર્યો ત્યારે હત્યાઓ બંધ થઈ ગઈ. જો કે સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે, ત્રણ મહિનાના નરસંહારમાં 8 લાખ લોકો માર્યા ગયા. જો કે, ત્યારથી દેશમાં આરપીએફનું શાસન છે, જેનું નેતૃત્વ પ્રમુખ પોલ કાગામે કરે છે.


7 એપ્રિલે નરસંહારના પીડિતોની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

7 એપ્રિલે નરસંહારના પીડિતોની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ રવાંડામાં નરસંહારની યાદમાં 7 એપ્રિલને ઇન્ટરનેશનલ ડે ઓફ રીફ્લેક્શન ઉજવવાનો ઠરાવ અપનાવ્યો હતો. આ ઠરાવ હેઠળ, તમામ સભ્ય દેશો, યુનાઇટેડ નેશન્સ સાથે સંકળાયેલા સંગઠનો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો આ દિવસે પીડિતોને યાદ કરે છે. રવાંડા અને અન્ય દેશોમાં સામાજિક સંસ્થાઓ પણ 7 એપ્રિલના રોજ નરસંહારના પીડિતોની યાદમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરે છે.

જેના ભાગરૂપે કુતુબ મિનાર રવિવારની રાત્રે 8 વાગ્યાથી 8.45 વાગ્યા સુધી રવાંડાના રાષ્ટ્રધ્વજના રંગોમાં  જોવા મળ્યો હતો. અને આ પ્રસંગે ભારત સરકારના પ્રતિનિધિઓ સાથે રવાંડાના ભારતમાં હાઈ કમિશનર મુકાંગિરા જેક્લીન ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને આફ્રિકન દેશ રવાંડા વચ્ચેના સંબંધો ખૂબ ગાઢ બની ગયા છે. સાડા ​​ત્રણ હજારથી વધુ ભારતીયો અને ઘણી ભારતીય કંપનીઓ રવાંડાના વિકાસમાં યોગદાન આપી રહી છે.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top