કોણ છે નૌકાદળના નવા ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી, આ ખાસ હુનર માટે પ્રખ્યાત

કોણ છે નૌકાદળના નવા ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી, આ ખાસ હુનર માટે પ્રખ્યાત

04/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોણ છે નૌકાદળના નવા ચીફ દિનેશ કુમાર ત્રિપાઠી, આ ખાસ હુનર માટે પ્રખ્યાત

નૌકાદળના ઉપપ્રમુખ વાઇસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીની નવા નૌકાદળના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રક્ષા મંત્રાલય મુજબ વાઇસ એડમિરલ ત્રિપાઠી 30 એપ્રિલે નૌકાદળના પ્રમુખનો કાર્યભાર સંભાળશે. એ દિવસે હાલના નૌકાદળના મુખ્ય એડમિરલ આર. હરિ કુમાર સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. લગભગ 40 વર્ષના કાર્યકાળમાં ત્રિપાઠી ઘણી મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વાઇસ એડમિરલ ત્રિપાઠીનો જન્મ 15 મે 1964ના રોજ થયો હતો અને તેમને 1 જુલાઇ 1985માં નૌકાદળમાં કમીશન મળ્યું હતું.


સંચાર ક્ષેત્ર તેમજ ઇલેક્ટ્રોનિક વોરફેરમાં વિશેષ હુનર

સંચાર ક્ષેત્ર તેમજ ઇલેક્ટ્રોનિક વોરફેરમાં વિશેષ હુનર

તેમને સંચાર ક્ષેત્ર તેમજ ઇલેક્ટ્રોનિક વોરફેરમાં વિશેષ હુનર હાંસલ છે. તેમણે INS વિનાશ, INS કર્ચિ અને INS ત્રિશુલ જેવા યુદ્ધોપોતોની કમાન સંભાળી છે. વાઇસ એડમિરલ ત્રિપાઠીને ઉલ્લેખનીય તેમજ સરાહનીય સેવા માટે અતિ વિશિષ્ટ સેવા મેડલ તેમજ નૌકાદળ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ અગાઉ દિનેશ ત્રિપાઠીએ વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં ફ્લેગ ઓફિસર કમાંડિન્ગ ઇન ચીફનો પદભાર સંભાળ્યો હતો.


ભારતીય યુદ્ધપોતોએ એવી 20 ઘટનાઓનો જવાબ આપ્યો

ભારતીય યુદ્ધપોતોએ એવી 20 ઘટનાઓનો જવાબ આપ્યો

ખાસ વાત છે કે ત્રિપાઠી એવા સમયે પદભાર સંભાળી રહ્યા છે, જ્યારે ભારતીય યુદ્ધપોત હુતી વિદ્રોહીઓની વધતી ગતિવિધિઓ વચ્ચે સક્રિય છે. અત્યાર સુધી ભારતીય યુદ્ધપોતોએ એવી 20 ઘટનાઓનો જવાબ આપ્યો છે. બીજી તરફ ચીન પણ ભારતીય સમુદ્રમાં ગતિવિધિઓ તેજ કરી રહ્યું છે અને પાકિસ્તાન સાથે તેની મિલીભગત પણ ભારત માટે ચિંતાનો વિષય બની છે. પહેલા જ 350 કરતા વધુ યુદ્ધપોત સબમરીનવાળું ચીન તેજીથી જહાજ બનાવવાનું કામ કરી રહ્યું છે. એ સિવાય તે ઘણા સમુદ્રી સ્થળોની પણ તપાસ કરી રહ્યું છે, જેમાં જીબોતી, કરાચી અને ગ્વાદર જેવી જગ્યા સામેલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top