VIDEO: સાત માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 43 લોકોનાં મોતથી ભારતના પાડોશી દેશમાં હાહાકાર! 22 લોકો

VIDEO: સાત માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 43 લોકોનાં મોતથી ભારતના પાડોશી દેશમાં હાહાકાર! 22 લોકો..

03/01/2024 World

SidhiKhabar

SidhiKhabar

VIDEO:  સાત માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 43 લોકોનાં મોતથી ભારતના પાડોશી દેશમાં હાહાકાર! 22 લોકો

Bangladesh Fire : પાડોશી દેશ બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સાત માળની એક ઈમારતમાં ભીષણ આગની ઘટના બની હતી. જેમાં અત્યાર સુધીમાં 43થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે ઘાયલોને આંકડો 22ને વટાવી ગયો છે. ઘાયલોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.


75થી વધુ લોકો ઈમારતમાં ફસાયા હતા

75થી વધુ લોકો ઈમારતમાં ફસાયા હતા

આગની ઘટના ગુરુવારે રાતે 9:50 વાગ્યે બની હતી. અહીં ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં આગની શરૂઆત થઈ હતી. જે ધીમે ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઈમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા. 



13 ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે

ફાયરબ્રિગેડની ટીમની 13 ગાડીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે બાંગ્લાદેશના સ્વાસ્થ્યમંત્રી ડૉ. સામંત લાલ સેને કહ્યું કે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં 33 લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા અને જોકે શેખ હસીના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બર્ન એન્ડ પ્લાસ્ટિક સર્જરી હોસ્પિટલમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘાયલોની સારવાર ચાલી રહી છે જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની માહિતી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top