અંબાજી જતા માર્ગે ભયંકર અકસ્માત : યાત્રાળુઓ ભરેલી જીપ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

અંબાજી જતા માર્ગે ભયંકર અકસ્માત : યાત્રાળુઓ ભરેલી જીપ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

11/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંબાજી જતા માર્ગે ભયંકર અકસ્માત : યાત્રાળુઓ ભરેલી જીપ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

અંબાજી: અંબાજી માતાજીના દર્શન માટે જઈ રહેલી યાત્રાળુઓ ભરેલી એક જીપને અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે એક જીપ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી, જેના કારણે 6 લોકોને ઈજા પહોંચી છે. જોકે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચારો મળ્યા નથી. 


અંબાજી જતા માર્ગમાં કેટલાક વિસ્તારોમાં ઘાટ આવેલા છે, જેના કારણે અહીં વાહનચાલકોએ વધુ સાવચેતી રાખવી પડે છે તેમજ અકસ્માતોનું પ્રમાણ પણ વધી જાય છે. ગઈકાલે રાત્રે એક તૂફાન જીપ ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત નડ્યો હતો. 

જીપ શીતળા માતાના મંદિર નજીક આવેલ ખીણમાં જઈને ખાબકી હતી. જેની ઊંડાઈ લગભગ 30 મિત્ર હોવાનું જાણવા મળે છે. જીપ ખીણમાં પડી જતા ઉંધી વળી ગઈ હતી અને અંદર સવાર છ જેટલા લોકોને ઈજા પહોંચી હતી. જેમાંથી 2 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 

ઈજાગ્રસ્તોને બે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ યાત્રાળુઓ હાલોલના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ અંબાજી માતાજીના દર્શન માટે જઈ રહ્યા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top