કુંભાણીની ‘ગેમ ઓવર’ બાદ બીજા તમામ ઉમેદવારો ‘તંબુ ભેગા’? માત્ર એક જ બાકી.... આખરે ભાજપ ઈચ્છે છે

કુંભાણીની ‘ગેમ ઓવર’ બાદ બીજા તમામ ઉમેદવારો ‘તંબુ ભેગા’? માત્ર એક જ બાકી.... આખરે ભાજપ ઈચ્છે છે શું? સુરત પછી પંચમહાલ?

04/22/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કુંભાણીની ‘ગેમ ઓવર’ બાદ બીજા તમામ ઉમેદવારો ‘તંબુ ભેગા’? માત્ર એક જ બાકી....  આખરે ભાજપ ઈચ્છે છે

loksabha 2024, Surat : લોસભામાં સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવે, એ સમજી શકાય એમ છે. પણ અત્યારે પક્ષ જે દિશામાં આગળ વધી રહ્યો છે, એ લોકશાહી માટે ચિંતાપ્રેરક બાબત ગણાય, એમાં બેમત નથી. સુરત જેવી પ્રમાણમાં ‘સેઈફ’ ગણાતી બેઠક ઉપર પણ આ પ્રકારના દાવ-પેચ રમવાની શું જરૂર પડી, એ મોટા ભાગના કટ્ટર બીજેપી સમર્થકોને પણ સમજાઈ નથી રહ્યું.


ચૂંટણી પહેલા જ વિપક્ષને 'તંબુ ભેગો' કરી દેવાનો નવો દાવ

લોકસભામાં 26 એ 26 બેઠક અંકે કરવા માટે ભાજપ નવો દાવ અજમાવી રહ્યું છે. આ નવા પેંતરા મુજબ ચૂંટણી પહેલા જ વિપક્ષી ઉમેદવારનું ફોર્મ રદ કરાવીને જીતો રસ્તો સરળ બનાવી દેવાય છે. આ વખતે સુરત બેઠક પર પણ આવો જ દાવપેચ ચાલ્યો, જ્યાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થવાની 'આઉટ' થઇ ગયા.

એ પછી સુરત બેઠક પરથી બાકીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચવાનું શરૂ કર્યું છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, અપક્ષ સહિત બાકીના 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેંચી લીધા છે. હવે માત્ર 1 ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવાના બાકી છે, જે આજે 3.00 વાગ્યા પહેલા ખેંચાઈ જશે એવું સૂત્રો જણાવી રહયા છે.

આજે સવારથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સુરત બેઠક પર બાકી બચેલો એ ઉમેદવાર પણ બપોર સુધીમાં ગમે ત્યારે કલેકટર ઓફિસ પહોંચીને પોતાનું ફોર્મ પાછુ ખેંચશે. જેને પરિણામે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ ‘ઘરે બેઠા’ જીતી જશે!


પંચમહાલમાં પણ 'ખેલા હોબે'?

અહીંની સીટ પર બસપા તરફથી શૈલેષ ઠાકરે ઉમેદવારી નોંધાવી હતી. પણ સ્થાનિક ભાજપના નેતાઓએ ગઈ રાત્રે મોટો ખેલ પાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેને પરિણામે શૈલેષ ઠાકર પોતાની ઉમેદવારી પાછી ખેંચે એવી ગોઠવણ થઇ હોવાનું સૂત્રો કહી રહયા છે. વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ અને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ સાથે શૈલેષ ઠાકરની મોડી રાત્રે બેઠક યોજાઈ હતી. જેમાં શૈલેષ ઠાકરને સમજાવી લેવાયા હતા.

શૈલેષભાઇ બ્રહ્મ સમાજના અગ્રણી છે અને મૂળે ભાજપના જ કાર્યકર છે. આથી એમને આસાનીથી મનાવી લેવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોર સુધીમાં શૈલેષભાઇ ઠાકર પોતાનું ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકે છે.

સુરતની તરાહ પર પંચમહાલમાં પણ શૈલેષ ઠાકરની પાછળ પાછળ અન્ય અપક્ષો પણ ફોર્મ પરત ખેંચે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે. જો આવું થશે તો પંચમહાલ લોકસભા બેઠક પર હવે માત્ર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ રહેશે. આમાં છેવટે કોંગ્રેસના ઉમેદવાર કેટલીક અને કેવીક ફાઇટ આપશે, એ જોવાનું રહે છે!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top