Video: 'અબકી બાર 400 પાર', PM મોદીએ કેમ આપ્યો આ નારો? અમિત શાહે બતાવી પૂરી કહાની

Video: 'અબકી બાર 400 પાર', PM મોદીએ કેમ આપ્યો આ નારો? અમિત શાહે બતાવી પૂરી કહાની

04/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Video: 'અબકી બાર 400 પાર', PM મોદીએ કેમ આપ્યો આ નારો? અમિત શાહે બતાવી પૂરી કહાની

રાજસ્થાનના પાલી શહેરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે એક જનસભાને સંબોધિત કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ 2024ની લોકસભાની ચૂંટણીમાં 'અબકી બાર 400 પાર'નો નારો કેમ આપ્યો. અમિત શાહે કહ્યું કે, જે લોકો પૂછે છે કે અમને 400 કરતાં વધુની આવશ્યકતા કેમ છે, હું તેમને બતાવવા માગું છું કે પછી OBC હોય, SC હોય કે ST, વડાપ્રધાન મોદી અનામતના સૌથી મોટા સમર્થક છે.


વડાપ્રધાન મોદીએ કેમ આપ્યો 'અબકી બાર 400 પાર'નો નારો?

વડાપ્રધાન મોદીએ કેમ આપ્યો 'અબકી બાર 400 પાર'નો નારો?

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસે અમને પૂછ્યું કે અમને 400 પ્લસની જરૂરિયાત કેમ છે? જ્યારે લોકોએ અમને 300 પ્લસ આપી તો અમે કલમ 370 હટાવી દીધી, ભારતની અર્થવ્યવસ્થાને પાંચમા નંબરે લાવી દીધી. સૈન્યકર્મીઓ માટે વન રેન્ક વન પેન્શન લાવ્યા. તીન તલાક સમાપ્ત કર્યો. વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત આપ્યું, CAA લાગૂ કર્યો અને સૌથી મોટી વાત જ્યારે તમે અમને 300 પ્લસ (સીટો) આપી, તો અયોધ્યામાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવો, અમે ભારતના અર્થતંત્રને દુનિયાની ત્રીજી સૌથી મોટું અર્થતંત્ર બનાવી દઇશું. આ મોદીની ગેરંટી છે.


વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીમાં શું અંતર?

વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીમાં શું અંતર?

અમિત શાહે કહ્યું કે, દેશ એમ જ વડાપ્રધાનને ચાહતો નથી. એક તરફ 3 મહિનાની રજામાં વિદેશ જનારા ગાંધી પરિવારના શહજાદા રાહુલ બાબા છે અને બીજી તરફ દર વર્ષે દિવાળીની પણ રજા લીધા વિના સરહદ પર જઈને જવાનો સાથે મીઠાઇ ખાનારા વડાપ્રધાન મોદી છે. એક તરફ આતંકવાદ અને નક્સલવાદને ચરમ સીમા પર પહોંચાડનારી કોંગ્રેસ પાર્ટી છે અને બીજી તરફ 10 વર્ષમાં આતંકવાદને ખતમ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.


કોંગ્રેસ માઈનોરિટી વોટ બેંકથી ડરે છે:અમિત શાહ

કોંગ્રેસ માઈનોરિટી વોટ બેંકથી ડરે છે:અમિત શાહ

અમિત શાહે કહ્યું કે, દેશને આઝાદી મળી, પરંતુ વર્ષો સુધી રામલલાને ટેન્ટમાં રાખ્યા. રામ જન્મભૂમિ કેસ લટકાવી રાખો, અટકાવી રાખ્યો. હવે તમે મોદીજીને બીજી વખત વડાપ્રધાન બનાવ્યા તો એક જ ઝટકામાં ભૂમિ પૂજન પણ થયું અને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ. જ્યારે કોંગ્રેસને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું નિમંત્રણ આપ્યું તો તેમાં પણ ન આવી. તેમને ડર લાગે છે તેમનું વોટ બેંક નારાજ થઈ જશે. આ લોકો માઈનોરિટી વોટ બેંકથી ડરે છે. અમારી સરકારમાં મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ કોરિડોર અને સોમનાથ મંદિરનું કામ પણ ચાલી રહ્યું છે. કાળી માતાની શક્તિપીઠ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top