અમિત શાહનો મેગા રોડ શો: રૂપાલા Vs ક્ષત્રિય સમાજ બાબતે કોઈ નવો ટ્વિસ્ટ આવશે? આખા મામલે અમિત શાહ

અમિત શાહનો મેગા રોડ શો: રૂપાલા Vs ક્ષત્રિય સમાજ બાબતે કોઈ નવો ટ્વિસ્ટ આવશે? આખા મામલે અમિત શાહ સીધી દખલ કરે એવી સંભાવના

04/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અમિત શાહનો મેગા રોડ શો: રૂપાલા Vs ક્ષત્રિય સમાજ બાબતે કોઈ નવો ટ્વિસ્ટ આવશે? આખા મામલે અમિત શાહ

Loksabha Elections 2024: જેમ જેમ ફોર્મ ભરવાની આખરી તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજ્યના રાજકારણમાં ઉચાટ વધતો જાય છે. એક તરફ ભાજપના દિગ્ગજ ગણાતા પીઢ નેતા રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિરોધ ઠંડો પડવાનું નામ નથી લેતો, ત્યાં બીજી તરફ ભાજપ પોતે પાટીદાર આંદોલન બાદ ફરી એક વખત બેકફૂટ પર જઈ રહ્યું હોવાનું દેખાય છે. આ વચ્ચે અમિત શાહ આજે મેગા રોડ શો કરવા જઈ રહ્યા છે, જેની પર સહુની નજર રહેશે.


‘મોટા ભાઈ’ની મહા રેલીથી શું ફરક પડશે?

‘મોટા ભાઈ’ની મહા રેલીથી શું ફરક પડશે?

ગુજરાતમાં અને હવે તો રાષ્ટ્રીય સ્તરે પણ ‘મોટા ભાઈ’ તરીકે ઓળખ પામેલા અમિત શાહ છેલા કેટલાક દાયકાઓ દરમિયાન નરેન્દ્ર મોદી પછીના બીજા સહુથી મહત્વના નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. ખાસ કરીને ગુજરાતમાં મોદી પછી જો કોઈ મોટું પાવર પોઈન્ટ હોય, તો એ અમિત શાહ છે. અમિત શાહનો એક એક મુવ રાજકીય ચર્ચા જગાવતો હોય છે. એક તરફ જ્યાં ક્ષત્રિય આંદોલન આગળ ધપતું જાય છે, ત્યાં બીજી તરફ અમિત શાહ આજની મેગા રેલી દ્વારા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું સિંચન કરશે.

રાજકીય પંડિતો માણી રહ્યા છે કે ઉપરથી આખી વાત અમિત શાહના ફોર્મ ભરવા અંગેની છે, પણ શાહ ગુજરાતમાં આવશે એટલે ક્ષત્રિય આગેવાનો સાથે પણ મીટિંગ થશે જ. અને એ પછી રૂપાલા બાબતે પણ કોઈક મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. બની શકે કે રૂપાલા પોતે જ પોતાની ઉમેદવારી પાછી ખેંચે, જેથી પક્ષ અને ક્ષત્રિય સમાજ, બંનેનું માન જળવાઈ રહે. જો ખરેખર આ શક્ય બનશે તો રૂપાલા આ લોકસભા ચૂંટણી કદાચ નહિ લડી શકે, પરંતુ પક્ષમાં એમનું સ્થાન પહેલા કરતા વધુ ઊંચું-વધુ મજબૂત બનશે, એ ય નક્કી છે. કેમકે આ સંભવિત ઘટના બાદ પક્ષ માટે ખુરસી જતી કરનાર બલિદાની નેતા તરીકેની રૂપાલાની છબિ ઉભરી આવશે.


અમિત શાહ ક્યાં ક્યાંથી પસાર થશે?

અમિત શાહ ક્યાં ક્યાંથી પસાર થશે?

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 19 એપ્રિલે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના છે, પણ તે પહેલા આજે તે 6 વિધાનસભા બેઠકોને આવરી લેતો મેરેથોન રોડ શો કરશે. સાણંદથી રોડ શૉ ની શરૂઆત થશે ત્યારબાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને છેલ્લે વેજલપુરમાં રોડ શો યોજાશે. વેજલપુરમાં રોડ શો ના સમાપન બાદ અમિત શાહ જાહેરસભાને પણ સંબોધિત કરશે. આ રોડ શો માં મુખ્યપ્રધાન સહિત સ્થાનિક સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહેશે. ગાંધીનગર વિધાનસભા બેઠક પરથી અમિત શાહ બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top