અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં થયો વધારો, ઇડી બનાવી શકે છે આખી AAP પાર્ટીને આરોપી, જાણો વિગતો

અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં થયો વધારો, ઇડી બનાવી શકે છે આખી AAP પાર્ટીને આરોપી, જાણો વિગતો

04/23/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં થયો વધારો, ઇડી બનાવી શકે છે આખી AAP પાર્ટીને આરોપી, જાણો વિગતો

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની દિલ્હી લિકર પોલિસી કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે. આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કે. કવિતાની ન્યાયિક કસ્ટડીને 7 મે સુધી વધારાઈ છે. બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડી 15મી મે પહેલા લિકર પોલિસી કેસમાં પૂરક ચાર્જશીટ દાખલ કરી શકે છે, જેમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવી શકે છે.

ઈડીની ચાર્જશીટમાં વધુ નવા નામો પણ હોઈ શકે

ઈડીની ચાર્જશીટમાં વધુ નવા નામો પણ હોઈ શકે

ઈડીની પૂરક ચાર્જશીટ તૈયાર કરવાનું કામ અંતિમ પૂર્ણ થવા પર છે. જૂની ચાર્જશીટમાં સામેલ લોકો સિવાય 4-5 નામ નવા પણ ઉમેરાઈ શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને બીઆરએસ નેતા કવિતા ઉપરાંત ગોવાના આપ કાર્યકર ચનપ્રીત સિંહનું નામ પણ પૂરક ચાર્જશીટમાં આવી શકે છે. ગોવા વિધાનસભા ચૂંટણીમાં ચેનપ્રીત સિંહ પર આપના ફંડિંગનું સંચાલન કરવાનો આરોપ છે. 15મી એપ્રિલે તેની ધરપકડ કરવામાં આવી હતી.

પીએમએલએની કલમ 70 હેઠળ આમ આદમી પાર્ટી આરોપી

પીએમએલએની કલમ 70 હેઠળ આમ આદમી પાર્ટી આરોપી

અગાઉ 16મી ઓક્ટોબર 2023ના રોજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના જામીનની સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને એસ.વી. ભાટીની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું હતું કે, 'અમે તપાસ માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમ 70 હેઠળ આમ આદમી પાર્ટીને આરોપી બનાવવાનું વિચારી રહ્યા છીએ.'

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top