ટી20 વર્લ્ડકપમાં હાર બાદ બીસીસીઆઇ ફુલ એક્શન મોડમાં, હવે આ દિગ્ગજની ટીમમાંથી થશે બાદબાકી

ટી20 વર્લ્ડકપમાં હાર બાદ બીસીસીઆઇ ફુલ એક્શન મોડમાં, હવે આ દિગ્ગજની ટીમમાંથી થશે બાદબાકી

11/26/2022 Sports

SidhiKhabar

SidhiKhabar

ટી20 વર્લ્ડકપમાં હાર બાદ બીસીસીઆઇ ફુલ એક્શન મોડમાં, હવે આ દિગ્ગજની ટીમમાંથી થશે બાદબાકી

ટી20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નહોતું અને સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફુલ એક્શન મોડમાં આવી ગયું છે. થોડા દિવસો પહેલા, BCCIએ ચેતન શર્માની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય પસંદગી સમિતિને હટાવી દીધી હતી. હવે BCCIએ વધુ એક નિર્ણય લીધો છે.


BCCI મેન્ટલ કન્ડીશનીંગ કોચ પેડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા જઈ રહ્યું નથી. એટલે કે તે બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ટીમ સાથે નહીં જાય. ટી-20 વર્લ્ડ કપની સમાપ્તિ સાથે પેડી અપ્ટનનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાના રહેવાસી પેડી અપ્ટનને મુખ્ય કોચ રાહુલ દ્રવિડના પ્રિય માનવામાં આવે છે અને દ્રવિડની સલાહ પર જ 53 વર્ષીય અપટનને નિયુક્ત કરવામાં આવ્યો હતો. 53 વર્ષીય અપ્ટન આ વર્ષે જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દ્વારા ભારતીય ટીમ સાથે બીસીસીઆઈ સાથે જોડાયા હતા.


T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન મહાન ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે પેડી અપ્ટન પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જ્યારે કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં ફ્લોપ રહ્યો હતો, જે બાદ લિટલ માસ્ટરે પેડી અપ્ટનને સલાહ આપી હતી કે તેણે રાહુલ સાથે કામ કરવું જોઈએ. ખેલાડીઓના દબાણને દૂર કરવામાં મદદ કરવા માટે અપ્ટનને રાખવામાં આવ્યો હતો, જેમાં તે અમુક અંશે સફળ રહ્યો હતો. ઉદાહરણ તરીકે, અપ્ટનની સલાહ વિરાટ કોહલી માટે સારી રીતે કામ કરી હતી અને તે ફોર્મમાં પરત ફરવામાં સફળ રહ્યો છે.


2008-11 દરમિયાન ભારતીય ટીમ સાથેના તેમના પ્રથમ કાર્યકાળમાં, પેડીએ મેન્ટલ કન્ડિશનિંગ કોચ અને વ્યૂહાત્મક કોચની બેવડી ભૂમિકામાં સેવા આપી હતી. તે દરમિયાન તેનો મુખ્ય કોચ ગેરી કર્સ્ટન, દ્રવિડ સહિત ઘણા ખેલાડીઓ સાથે સારો તાલમેલ હતો. વર્લ્ડ કપ જીતવા ઉપરાંત, ભારત તે સમયગાળા દરમિયાન ટેસ્ટ રેન્કિંગમાં પણ ટોચ પર પહોંચી ગયું હતું. બાદમાં રાહુલ દ્રવિડ અને પેડી અપટને પણ IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે કામ કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top