આખા દેશમાં સહુથી વધુ લીડ સાથે જીતનાર સીઆર પાટીલે વિજય મુહુર્ત ચુકી જતા ફોર્મ ન ભર્યું, જાણો સંપ

આખા દેશમાં સહુથી વધુ લીડ સાથે જીતનાર સીઆર પાટીલે વિજય મુહુર્ત ચુકી જતા ફોર્મ ન ભર્યું, જાણો સંપૂર્ણ વિગત

04/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

આખા દેશમાં સહુથી વધુ લીડ સાથે જીતનાર સીઆર પાટીલે વિજય મુહુર્ત ચુકી જતા ફોર્મ ન ભર્યું, જાણો સંપ

નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે નવસારી ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો. તેઓ આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા  હતા. જેના માટે સી.આર પાટીલે આજે ફોર્મ ભરવા જતા પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. જેના કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાનું વિજય મુહૂર્ત ચુકી જતા તેમણે આજે ફોર્મ ભરવાનું માંડી વાળ્યું હતું.


પાટીલ આવતીકાલે નવા વિજય મુહૂર્ત પર ફોર્મ ભરશે

પાટીલ આવતીકાલે નવા વિજય મુહૂર્ત પર ફોર્મ ભરશે

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સી.આર. પાટીલે રોડ શો કરી નવસારીના રસ્તાઓ પર ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું. સી. આર. પાટીલની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણામંત્રી અને પ્રભારી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. 2 કિલોમીટર લાંબા રોડ શોમાં સી.આર. પાટીલને પ્રચંડ જનસમર્થન મળ્યું હતું. 2 કિલોમીટરના રોડ શોમાં 4 સ્વાગત પોઈન્ટ બનાવાયા હતા. રોડ શોના આખા રૂટને ખાસ શણગારવામાં આવ્યો હતા. રોડ શોમાં એક લાખથી વધુ કાર્યકર્તાઓ ઉમેદવારી સમયે ઉમટી પડ્યા હતા.

આ શક્તિ પ્રદર્શન દરમિયાન સીઆર પાટીલ કલેક્ટર કચેરી સુધી પહોંચવામાં મોડા પડ્યા હતા. આ કારણ ફોર્મ ભરવાનું 12:39નું વિજય મુહૂર્ત નીકળી ગયું હતું. તેથી હવે પાટીલ આવતીકાલે નવા વિજય મુહૂર્ત પર ફોર્મ ભરશે. નવસારી બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા.


આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જીત

આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જીત

આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક પર કોઈ ઉમેદવારે જીત મેળવી હોય તો તે નવસારીની સીટ છે. અહીંથી પાટીલ 7 લાખથી પણ વધુની લીડ સાથે જીત્યા હતાં. અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આજે ફોર્મના ભરી શકતા પાટીલ આવતી કાલે પોતાની ઉમેદવારી નોંધાવશે. જો કે આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ફોર્મ ભરવાને લઈને રાજ્યના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top