શરદ પવાર ગ્રુપે ચૂંટણી પંચમાં કરી હતી અજીત પવારની ફરિયાદ, હવે થયો નિર્ણય

શરદ પવાર ગ્રુપે ચૂંટણી પંચમાં કરી હતી અજીત પવારની ફરિયાદ, હવે થયો નિર્ણય

04/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

શરદ પવાર ગ્રુપે ચૂંટણી પંચમાં કરી હતી અજીત પવારની ફરિયાદ, હવે થયો નિર્ણય

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી માટે પહેલા ચરણનું મતદાન પૂરું થઈ ગયું છે. બાકી બચેલી સીટો પર ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છે. પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ પ્રત્યારોપનો ખેલ ચાલી રહ્યો છે. આચાર સંહિતા ઉલ્લંઘનના આરોપ પણ લગાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન NCP(SP)ના પ્રમુખ શરદ પવાર તરફથી ભાજપ અને NCP નેતા અજીત પવાર પર આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ કર કાર્યવાહીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતે જાણકારી શેર કરવામાં આવી છે.


NCP(SP)એ X પર આપી માહિતીX પર

NCP(SP)એ X પર આપી માહિતીX પર

શરદ પવાર ગ્રુપની પાર્ટી NCP(SP) તરફથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખવામાં આવ્યું કે, 'અમે અજીત પવાર, મંગેશ ચવ્હાણ અને ચંદ્રકાંત પાટિલ દ્વારા આદર્શ આચાર સંહિતના પ્રાવધાન VII અને જનપ્રતિનિધિ નિયમની કલમ 123ના વારંવાર ઉલ્લંઘન માટે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. તેઓ વારંવાર પોતાના સત્તાવાર પદોનો ઉપયોગ કરીને રાજ્ય નાણાંના સંવિતરણનો વાયદો કરતાં રહ્યા છે. આ કાયદાની ઘોર અવહેલના છે. એ પ્રથમ દૃષ્ટિએ લાંચખોરી અને ભ્રષ્ટ આચારણ છે, જે આશ્ચર્યજનક રૂપે મહારાષ્ટ્ર રાજ્યમાં સત્તામાં બેઠા લોકો તરફથી અપનાવવામાં આવી રહી છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક કલેક્ટર અને નાયબ ચૂંટણી કમિશનરને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આપણાં લોકતાંત્રિક દેશમાં નિષ્પક્ષતા, ન્યાય અને કાયદાના શાસનનું પાલન સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને પ્રભાવી કાર્યવાહીની આશા છે.'


મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં પહેલા ચરણમાં 5 સીટો પર મતદાન થયું

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં પહેલા ચરણમાં  5 સીટો પર મતદાન થયું

મહારાષ્ટ્રમાં શરદ પવારની NCP(SP) પાર્ટી ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સાથે ચૂંટણી મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 સીટો છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં પહેલા ચરણમાં શુક્રવારે 5 સીટો પર મતદાન સમાપ્ત થઈ ગયું. મહારાષ્ટ્રમાં પહેલા ચરણમાં નાગપુર, રામટેક (SC), ભંડારા ગોંદિયા, ચંદ્રપુર અને નક્સલ પ્રભાવિત ગઢચિરોલી ચિમુર (ST) મતવિસ્તારમાં વોટ નાખવામાં આવ્યા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top