સતત નીચે પડી રહેલ શેર માર્કેટમાં કમાણી કરવા માટે આ 5 શેર પર દાવ લાગવવા માટે એક્સપર્ટ સલાહ આપે છ

સતત નીચે પડી રહેલ શેર માર્કેટમાં કમાણી કરવા માટે આ 5 શેર પર દાવ લાગવવા માટે એક્સપર્ટ સલાહ આપે છે

06/20/2022 Business

SidhiKhabar

SidhiKhabar

સતત નીચે પડી રહેલ શેર માર્કેટમાં કમાણી કરવા માટે આ 5 શેર પર દાવ લાગવવા માટે એક્સપર્ટ સલાહ આપે છ

માર્કેટ ડેસ્ક : દુનિયાભરના શેર બજાર હાલ નીચલી સપાટીએ ચાલે છે. ભારતીય શેર બજાર પણ તેનાથી દુર નથી. વિદેશી રોકાણકારોની ભારે વેચાણ, વધતી મોઘવારી, મંદીની આશંકા વગેરે પરિબળો બજારને સ્થિર થવાનો મોક્કો નથી આપી રહ્યા. બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી બંને આજે પણ પ્રેશરમાં કારોબાર કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં નિફ્ટી લગભગ 4% તુટ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નિફ્ટી લગભગ 2000 અંક એટલે 11% નુકશાનમાં છે. સતત આવેલી ગિરાવટ ને કારણે ઘણા રોકાણકારો પોતાની હોલ્ડીંગ વેચી રહ્યા છે. જો કે ઘણા એક્સપર્ટ બજારમાં આવેલ આ ડીપ ને ક્વોલીટી સ્ટોક્સ ખરીદવા માટેનો સારો મોક્કો માને છે. તેમનું માનવું છે કે આ હોલ્ડ કરવા અને નવી ખરીદીનો સમય છે.

રીસર્ચ ફર્મ સીએન આઈ રીસર્ચ ના સીએમડી કિશોર ઓસ્તવાલનું માનવું છે કે હાલ આવેલ ગિરાવટ એ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટનો સારો મોક્કો આપ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઇન્ટેરેટ રેટ વધ્ય પછી પણ હવે બજાર ઉપર આવશે. તેમણે કહ્યું કે હાલ ઘણા એવા સેક્ટર છે જેના સ્ટોક્સ ખરીદવાથી આવનાર સમયમાં ભારે રીટર્ન મળી શકે છે. તેમણે કહ્યું કે ખાંડ અને ઘઉં થી જોડાયેલ સ્ટોક્સને ખરીદવા ફાયદાનો વિષય છે. તેમણે પાંચ શેર વિશે જણાવ્યું જેમાં રોકાણ કરવું સારું છે.


ટાઈટન

ટાઈટન

ટાટા સમૂહની આ કંપનીના શેર આજના કારોબારમાં સામાન્ય મજબૂતીમાં રહ્યા છે. જો કે આ છેલ્લા પાંચ દિવસમાં, એક મહિનામાં, છ મહિનામાં અને આ વર્ષે અત્યાર સુધી નીચે પડ્યો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોક લગભગ 10% નીચે પડ્યો છે. આ વર્ષે જાન્યુઆરી થી અત્યાર સુધીમાં તેના ભાવમાં 16% થી વધુ ગિરાવટ આવી છે. તેના 52-વિક હાઈ, 2,768 રૂપિયા છે. જયારે હાલ આ 2,100 રૂપિયાની આસપાસ ટ્રેડ કરે છે. આ રીતે આ સ્ટોક bup the dip ની લીસ્ટમાં પસંદ પામેલ છે. 


એશિયન પેન્ટ્સ

એશિયન પેન્ટ્સ

આ બ્લુચીપ સ્ટોક નો ભાવ હાલ ઓલ ટાઈમ હાઈ થી લગભગ 1000 રૂપિયા નીચે પડ્યો છે. કયારેક આ સ્ટોક 3,590 રૂપિયા સુધી હાઈ હતો, પણ હાલ 2,650 રૂપિયાની આસપાસ ટ્રેડ કરે છે. આ વર્ષે આ સ્ટોકનો ભાવ 22% થી વધુ નીચે પડ્યો છે. જયારે છેલ્લા છ મહિના માં તેમાં 19.50% ની ગિરાવટ આવી છે. છેલ્લા એક મહિનામાં આ સ્ટોકમાં 11% થી વધુ ગિરાવટ આવી છે.


ઈન્ફોસીસ

ઈન્ફોસીસ

ભારતની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસીસ લીમીટેડ ઇન્વેસ્ટર્સની પસંદ રહી છે. આજે પણ આ આઈટી કંપની નો સ્ટોક લગભગ 1.50%સુધી નીચે આવ્યો છે અને 1,420 રૂપિયાની આસપાસ છે. એક સમયે આ સ્ટોકનો ભાવ 1,953.90 રૂપિયાના હાઈ સ્થાન પર પહોંચ્યો છે. આ વર્ષે જાન્યુઆરી થી અત્યાર સુધી ઈન્ફોસીસનો શેર 25% થી નીચે છે. આ રીતે છેલ્લા છ મહિનામ તેમાં તેમાં લગભગ 18% ગિરાવટ આવી છે.


રેણુકા શુગર

રેણુકા શુગર

ગ્લોબલ ફૂડ ક્રાઈસીસ ના રહેલ સમયમાં ઘઉં પછી સૌથી વધુ ભાવ ખાંડના જ વધ્યા છે. આ કારણે ભારત સરકારે ઘઉં પછી ખાંડ ના એક્સપોર્ટ પર રોક લગાવી દીધી છે. સરકાર ઈચ્છે છે કે ઘરેલું બજારમાં ખાંડની પર્યાપ્ત ઉપલબ્ધતા બની રહે અને કિંમત વધે નહિ. આ સિવાય ઇથેનોલ પર સરકારના ફોકસ થી પણ ખાંડ કંપનીઓના સ્ટોક આવનાર સમય માટે સારી સંભાવના દેખાય છે. આજે આ સ્ટોકના ભાવ લગભગ એક પ્રતિશત મજબૂતી સાથે 50 રૂપિયા ની આસપાસ છે. આ પણ પોતાના પીક થી લગભગ 23% નીચે છે. 


સ્ટીલ અર્થોરીટી ઓફ ઇન્ડિયા લીમીટેડ

સ્ટીલ અર્થોરીટી ઓફ ઇન્ડિયા લીમીટેડ

સ્ટીલ અર્થોરીટી ઓફ ઇન્ડિયા લીમીટેડની ગણતરી નવરત્નોમાં હોય છે. બદલાયેલ ભૂ-રાજનીતિક પરિસ્થિતિઓ એ પણ મેટલ ખાસકરીને સ્ટીલ સ્ટોક્સની મહત્તા વધારી દીધી છે. સરકારે ઘરેલું બજારમાં કિંમતો પર અંકુશ લગાવવા માટે એક્સપોર્ટ પર શુલ્ક વધાર્યું છે. આજના કારોબાર માં તેનો ભાવ પણ લગભગ એક પ્રતિશત નીચે આવ્યો છે. બીજી બાજુ ઓલ ટાઈમ હાઈ થી તેની કિંમત 50% થી વધુ તૂટી છે. ક્યારેક 145.90 રૂપિયા સુધી પહોંચેલો આ સ્ટોક હાલ 70 રૂપિયા આસપાસ ટ્રેડ કરે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top