બંગાળમાં રામ નવમીના અવસર પર 2 જગ્યાએ હિંસા, 18 લોકો ઇજાગ્રસ્ત, ભાજપે લગાવ્યો આ આરોપ

બંગાળમાં રામ નવમીના અવસર પર 2 જગ્યાએ હિંસા, 18 લોકો ઇજાગ્રસ્ત, ભાજપે લગાવ્યો આ આરોપ

04/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

બંગાળમાં રામ નવમીના અવસર પર 2 જગ્યાએ હિંસા, 18 લોકો ઇજાગ્રસ્ત, ભાજપે લગાવ્યો આ આરોપ

ગઇ કાલે રામ નવમીનો ઉત્સવ ધામધૂમથી મનાવ્યો હતો. પરંતુ આ અવસર પર પશ્ચિમ બંગાળમાં 2 જગ્યાએ હિંસા થઈ હતી. મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગા શહેરમાં મસ્જિદ પાસે શોભાયાત્રા કાઢવામાં આવ્યા બાદ 2 સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થવાની પણ જાણકારી મળી હતી. મેદિનીપુરના ઇગ્રામાં પણ 2 સમુદાયો વચ્ચે ઘર્ષણ થયું હતું. તો આગ લગાવવાની ઘટના પણ સામે આવી હતી. રિપોર્ટ મુજબ, હિંસામાં અત્યાર સુધીમાં 18 લોકો ઇજાગ્રસ્ત થવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં બે સગીર, એક મહિલા અને કેટલાક પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.


અમિત માલવીયએ હિંસાના કેટલાક વીડિયો શેર કર્યા

અમિત માલવીયએ હિંસાના કેટલાક વીડિયો શેર કર્યા

ભારતીય જનતા પાર્ટી (BJP)નો આરોપ છે કે મુર્શિદાબાદના રેજીનગરમાં એક ઘરની છત પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રામ નવમીની શોભાયાત્રા દરમિયાન કેટલાક બદમાશોએ બોમ્બ પણ ફોડ્યો હતો. મુર્શિદાબાદના રેજીનગરમાં ઘરની છત પરથી પથ્થરમારો ભાજપના IT સેલના પ્રમુખ અમિત માલવીયએ હિંસાના કેટલાક વીડિયો શેર કર્યા છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, મમતા બેનર્જી પશ્ચિમ બંગાળ માટે કલંકરૂપ છે. તેઓ ફરી એકવાર રામ નવમીની શોભાયાત્રાનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા. મુર્શિદાબાદના રેજીનગરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને નિશાનો બનાવવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં હિન્દુઓ લઘુમતી છે. રેજીનગરમાં લોકો છત પરથી પથ્થરમારો કરતા હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.


કાયદો અને વ્યવસ્થા જાળવવી રાજ્યની પોલીસનું કામ-જગન્નાથ ચટ્ટોપાધ્યાય

કાયદો અને વ્યવસ્થા જાળવવી રાજ્યની પોલીસનું કામ-જગન્નાથ ચટ્ટોપાધ્યાય

આ ઘટના અંગે વાત કરતા ભાજપના પ્રદેશ મહાસચિવ જગન્નાથ ચટ્ટોપાધ્યાયે જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવી રાજ્યની પોલીસનું કામ છે. અમે ચૂંટણી કમિશનને ત્યાંના પોલીસ અધિકારીઓ સામે સખત પગલાં લેવા વિનંતી કરીએ છીએ. જો કે, પોલીસે કોઈ જવાબ આપ્યો નહોતો. ઘટના પર કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર ચૂંટણી પહેલા તણાવ ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા શાંતનુ સેને કહ્યું કે, ભાજપ ચૂંટણી પહેલા દંગા કરાવવાનો પ્રયાસ કરી રહી છે. અમે હિંસાની આવી ઘટનાઓની નિંદા કરીએ છીએ, જે ભાજપનું કામ છે.


ભાજપના નેતા સુવેન્દુ અધિકારી શું બોલ્યા

ભાજપના નેતા સુવેન્દુ અધિકારી શું બોલ્યા

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું કે સરઘસ પર પથ્થરમારો અને દુકાનોમાં તોડફોડનો આરોપ છે. શાંતિપૂર્ણ રામ નવમીની શોભાયાત્રા માટે પ્રશાસન પાસેથી મંજૂરી લેવામાં આવી હતી, પરંતુ મુર્શિદાબાદના શક્તિપુર અને બેલડાંગા-2 બ્લોકમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ વખતે આ ભયાનક હુમલામાં મમતા પોલીસ બદમાશો સાથે ઉભી જોવા મળી હતી અને રામ ભક્તો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. સરઘસ તરત જ સમાપ્ત થાય એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું હતું. જાઓ."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top