કોંગ્રેસના વધુ એક નેતાનો બફાટ, કહ્યું- મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ સરકારને..., જાણો સમગ્ર વાત

કોંગ્રેસના વધુ એક નેતાનો બફાટ, કહ્યું- મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ સરકારને..., જાણો સમગ્ર વાત

04/24/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

કોંગ્રેસના વધુ એક નેતાનો બફાટ, કહ્યું- મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ સરકારને..., જાણો સમગ્ર વાત

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ પોતાના એક નિવેદનમાં મૃત્યુ બાદ લોકોની અડધી સંપતિ જનતાને આપી દેવાના કાયદાની વકીલાત કરી છે. પિત્રોડા દ્વારા આ નિવેદન કોંગ્રેસના મેનીફેસ્ટોના સંપતિના સર્વે અને તેની ફરીથી વહેંચણીના વાયદા વચ્ચે આવ્યું છે.  જેના પર પીએમ મોદીએ પણ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે આ મામલે સેમ પિત્રોડાનું નિવેદન વધુ ચર્ચામાં આવ્યું છે.


કોઈ એટલું ધનાઢ્ય ન હોવાનું જોઈએ કે તેઓ સરકાર ચલાવે

કોઈ એટલું ધનાઢ્ય ન હોવાનું જોઈએ કે તેઓ સરકાર ચલાવે

સેમ પિત્રોડાએ પોતાના નિવેદનમાં એવુ કહ્યું હતું કે, લોકો અમીર હોય તે બરાબર છે. પરંતુ કોઈ એટલું ધનાઢ્ય ન હોવાનું જોઈએ કે તેઓ સરકાર ચલાવે. આ સાથે સેમ પિત્રોડાએ અમેરિકાનું ઉદાહરણ આપ્યું કે, અમેરિકામાં એક ઈનહેરિટન્સ ટેક્સ છે. જેમાં કોઈનું મૃત્યુ થાય તો તેની સંપતિમાંથી 55 ટકા સરકારના ખજાનામાં જમા થાય છે. જ્યારે 45 ટકા જ તેમના વારસદારોને મળે છે. મને આ યોગ્ય લાગે છે. સેમ પિત્રોડાનું આ નિવેદન ચર્ચામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે ભારતમાં આવું નથી. જો કોઈની સંપત્તિ 10 અબજ રૂપિયા છે અને તે મૃત્યુ પામે છે, તો તેના બાળકોને 10 અબજ રૂપિયા મળે છે અને જનતાને કશું મળતું નથી. તેથી આ એવા મુદ્દા છે જેના પર લોકોએ ચર્ચા કરવી પડશે અને ચર્ચા કરવી પડશે. મને ખબર નથી કે દિવસના અંતે શું નિષ્કર્ષ આવશે પરંતુ જ્યારે આપણે સંપત્તિના પુનઃવિતરણની વાત કરીએ છીએ, ત્યારે આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરીએ છીએ જે લોકોના હિતમાં છે અને ધનિકોના હિતમાં નથી.


મોદીના કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો

મોદીના કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો

મહત્વનું છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સતત દેશના લોકોની સંપતિના સર્વેની વાત કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં પણ આ વાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું છે કે, સર્વે બાદ સંપતિની ફરીથી વહેંચણી કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના આ ચૂંટણીલક્ષી વાયદા પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, કોંગ્રેસ મહિલાઓના મંગળસૂત્ર છીનવવા માંગે છે. જેના પર વળતો જવાબ આપતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તેમની માતાનું મંગળસૂત્ર દેશ માટે બલિદાન આપવામાં આવ્યું હતું.


સેમ પિત્રોડાએ આપી સ્પષ્તા

સેમ પિત્રોડાએ આપી સ્પષ્તા

વિવાદિત નિવેદન બાદ સેમ પિત્રોડાએ આપી સ્પષ્તા આપવાની ફરજ પડી હતી. સેમ પિત્રોડાએ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું છે. ઈનહેરિટન્સ ટેક્સ મામલે સેમ પિત્રોડાએ આપ્યું હતું નિવેદન. પિત્રોડાના નિવેદન બાદ વિવાદ થયો હતો.



તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top