UPSCની પરીક્ષામાં નિષ્ફળ ઉમેદવારોનું PM મોદીએ વધાર્યું મનોબળ, જાણો શું શું કહ્યું

UPSCની પરીક્ષામાં નિષ્ફળ ઉમેદવારોનું PM મોદીએ વધાર્યું મનોબળ, જાણો શું શું કહ્યું

04/17/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

UPSCની પરીક્ષામાં નિષ્ફળ ઉમેદવારોનું PM મોદીએ વધાર્યું મનોબળ, જાણો શું શું કહ્યું

યુનિયન પબ્લિક સર્વસ કમિશન (UPSC)એ મંગળવારે સિવિલ સેવા પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું. આ વખત લખનૌના રહેવાસી આદિત્ય શ્રીવાસ્તવે UPSCમાં ટોપ કર્યું છે. જ્યારે અનિમેષ પ્રધાન બીજા અને ડોનુરૂ અનન્યા રેડ્ડી ત્રીજા નંબરે આવ્યા છે. તો ચોથા નંબર પર પી.કે. સિદ્ધાર્થ રામકુમાર અને પાંચમા નંબર પર રુહાનીનું નામ સામેલ છે. UPSC સિવિલ પરીક્ષાનું ફાઇનલ પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધાને શુભેચ્છા આપી છે.


વડાપ્રધાન મોદીએ ઉમેદવારોને આપી શુભેચ્છા આપી:

વડાપ્રધાન મોદીએ ઉમેદવારોને આપી શુભેચ્છા આપી:

તેમણે સોશિયલ મેડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યું કે, 'હું એ બધાને શુભેચ્છા આપું છું જેમણે સિવિલ સેવા પરીક્ષા 2023ને સફળતાપૂર્વક પાસ કરી છે. તેમની સખત મહેનત, દૃઢતા અને સમર્પણ રંગ લાવ્યો છે, જેનાથી સાર્વજનિક સેવામાં એક આશાજનક કરિયરની શરૂઆત થઈ છે. તેમના પ્રયાસ આગામી સમયમાં દેશના ભવિષ્યને આકાર આપશે, તેમને મારી શુભેચ્છાઓ.


આ તમારી યાત્રાનો અંત નથી: PM મોદી

આ તમારી યાત્રાનો અંત નથી: PM મોદી

વડાપ્રધાન મોદીએ X પર વધુ એક પોસ્ટ કરી, તેમાં તેઓ એ ઉમેદવારોને સાંત્વના આપતા નજરે પડ્યા, જેમનું પરીક્ષામાં સિલેક્શન થયું નથી. તેમણે પોસ્ટમાં લખ્યું કે, હું એ લોકોને બતાવવા માગું છું કે જેમને સિવિલ સેવા પરીક્ષામાં અપેક્ષિત સફળતા મળી નથી, પરંતુ હું બતાવી દઉં કે નિષ્ફળતા કઠિન હોઇ શકે છે, પરંતુ યાદ રાખો કે આ તમારી યાત્રાનો અંત નથી. પરીક્ષાઓમાં સફળ થવાની સંભાવનાઓ તો છે, પરંતુ તેનાથી પણ આગળ, ભારત એવા અવસરોથી સમૃદ્ધ છે જ્યાં તમારી પ્રતિભા હકીકતમાં ચમકી શકે છે. પ્રયાસ કરતા રહો અને આગળની વ્યાપક સંભાવનાઓ શોધતા રહો. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top